વિકૃત માનસિકતા:સ્નાન કરતી યુવતીનો યુવકે આ રીતે ઉતાર્યો વિડીયો...

અને પછી....?

 વિકૃત માનસિકતા:સ્નાન કરતી યુવતીનો યુવકે આ રીતે ઉતાર્યો વિડીયો...
symbolice image

Mysamachar.in-અમદાવાદ:

લોકોની વિકૃતતા દિવસે ને દિવસે વધતી જાય છે,અને નાની બાળકીઓ થી માંડીને મોટી ઉમરની મહિલાઓ સુધી છેડતી વગેરેના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે,ત્યારે વાત છે મેટ્રોસીટી અમદાવાદના વાડજ વિસ્તારમાં બાથરૂમ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે.યુવકે બાથરૂમનું પતરું ઉંચુ કરીને સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો હોવાની શરમજનક કહી શકાય તેવી ઘટના સામે આવી છે, ત્યારે મહિલાએ તેનો મોબાઈલ પકડી લેતા અને બૂમાબૂમ કરતા યુવક ભાગી ગયો હતો.ઘટના અંગે વાડજ પોલીસે ગુનો નોંધી વિકૃત યુવકની તપાસ હાથ ધરી છે.