ડેન્ગ્યુથી ગોકુલનગરના યુવકનું મોત.

ક્યાં સુધી આકંડા છુપાવશો 

ડેન્ગ્યુથી ગોકુલનગરના યુવકનું મોત.

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુનો પંજો ફરી વળ્યો છે, થોકબંધ ડેન્ગ્યું પોજીટીવ ના કેસો વચ્ચે આજે વધુ એક મોત ડેન્ગ્યુ પોજીટીવ થી થયાનું સામે આવ્યું છે, આજે એક જ દિવસમાં જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોજીટીવના 7 કેસો તો 3 દિવસમાં 150 થી વધુ કેસો નોંધાયા છે. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક ૨૨ વર્ષીય ગૌરવ નામના યુવકનું મોત નીપજ્યું છે, છતાં પણ જામનગર શહેર અને જીલ્લાનો આરોગ્ય વિભાગ તો હજુ પણ એમ જ કહે છે કે ડેન્ગ્યુ થી કોઈનું મોત થયું જ નથી, પણ આંકડાઓ ક્યાં સુધી છુપાવશો..?. કારણ કે જે દર્દીઓના મોત થયા છે તેમાંથી મોટાભાગના દર્દીઓના મોત જી.જી.હોસ્પિટલમાં જ થયા છે. છતાં નક્કર કહી શકાય તેવી મચ્છરના પોરાનાશક કામગીરીનો અભાવ વર્તાઈ રહ્યો હોય તેમ પણ લાગે છે.