ખંભાળિયાની યુવતીને વોટ્સઅપ પર ત્રણ શખ્સોએ મેસેજ કરી કરી પરેશાન અને..

મામલો પોલીસ સુધી પહોચ્યો

ખંભાળિયાની યુવતીને વોટ્સઅપ પર ત્રણ શખ્સોએ મેસેજ કરી કરી પરેશાન  અને..
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકામાં વધુ એક વખત શરમજનક કહી શકાય તેવી ઘટના સામે આવી છે, દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના હ્જંડાપર ગામે વસવાટ કરતી એક ૧૯ વર્ષીય યુવતીને કાઠીદેવળિયા ગામે વસવાટ કરતા કિરીટ ખેતીયાએ બીભત્સ મેસેજ મોકલી અને અઘટિત માંગણી વોટ્સઅપમાં મેસેજ કરીને કરી હતી,  તો યુવરાજસિંહ જેઠવાએ પણ આ યુવતીના નંબર મેળવી ખરાબ વાતો કરવાના ઈરાદાથી પ્રતિપાલસિંહ જાડેજા પાસેથી નમ્બર મેળવીને તારો મેડ થઇ જશે તેમ વાત કરીને તમામ ત્રણેય શખ્સોએ એકબીજાને મદદગારી કરીને યુવતીના ફોન પર બીભત્સ મેસેજ કરી અઘટિત માંગણીઓ કર્યાની ફરિયાદ ખંભાલીયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.