મોબાઈલ પર વાત કરી રહેલ યુવક નદીમાં ખાબક્યો 

મોબાઈલમાં આટલા ના બની જાવ મશગુલ 

મોબાઈલ પર વાત કરી રહેલ યુવક નદીમાં ખાબક્યો 
symbolic image

Mysamachar.in-મોડાસા:

આજકાલ લોકો મોબાઈલમાં એટલા મશગુલ થઇ જાય છે કે પછી તેની કોઈ જ ભાન રહેતી નથી, ભૂતકાળમાં કેટલાક અકસ્માતના એવા બનાવોમાં એક એવો હતો કે રેલ્વે ટ્રેક પર યુવક વાતો કરતો ચાલ્યો જાય છે ને સામેથી ટ્રેન આવી જતા મોત મળી ગયું, આવો જ વધુ એક કિસ્સો મોડાસામાં સામે આવ્યો છે, ધુળેટીના દિવસે મોડાસાના વણિયાદ-કોકાપુર નજીકથી પસાર થતી માજુમ નદીના પુલ પર મોબાઈલ પર વાત કરતો યુવક નદીમાં ખાબકતા ભારે ચકચાર મચી હતી. યુવકને ડૂબવાની ઘટનાને 20 કલાકથી વધુનો સમય વીતવા છતાં પાણીમાં ગરકાવ યુવક મળી ન આવતા પરિવારજનોમાં ભારે ચિંતા સાથે શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

માજુમ નદીના પુલની દીવાલ નજીક ઉભો રહી કોકાપુર ગામનો કલ્પેશ નામનો યુવક મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો. અચાનક શરીરનું સંતુલન ગુમાવતા પુલ પરથી નદીમાં ખાબકતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયા બચાવે તે પહેલા પાણીમાં ગરકાવ થઇ જતા યુવકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.