Mysamachar.in-જામનગર
હજુ તો હમણાંની જ વાત છે કે જામનગર જીલ્લાના ધ્રોલમાં પોતાની પ્રેમિકાને બદનામ કરવા પૂર્વ પ્રેમી એવા વકીલે પ્રેમિકાના જ ફોટા અને વિડીયો વાયરલ કર્યા હતા, અને આ મામલો ધ્રોલમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને પોલીસ દ્વારા આરોપીની ફરિયાદ બાદ શોધખોળ ચાલી રહી છે, ત્યારે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામે પણ યુવતીએ યુવક સાથે મિત્રતાના સબંધ પૂર્ણ કરી દેતા યુવકે પોતાનો કલર બતાવતા મામલો શેઠવડાળા પોલીસમથકના ચોપડે ચઢ્યો છે.
વાત એવી છે કે જામજોધપુર તાલુકાના એક ગામે(નામ યુવતીની ઓળખ છતી ના થાય તે માટે અહી નથી લખ્યું) તે ગામમાં વસવાટ કરતી એક યુવતીને કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા કુલદીપ શૈલેશ જાદવ સાથે મિત્રતાના સબંધ હતા, મીત્રતાના નાતે બન્ને ફોન પર વાતચીત કરતા હોય જે બાદ યુવતીએ કોઈપણ કારણોસર યુવક કુલદીપ સાથે વાતચીત કરવાનુ બંધ કરી દેતા કુલદીપે યુવતીના અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બીભત્સ મેસેજ કરેલ અને તારી જીંદગી બગાડી નાખીશ અને તારા વીડિઓ હુ વાઇરલ કરી નાખીશ તેવી ધમકી આપવા સબબનો ગુન્હો યુવતીના પિતાએ શેઠવડાલા પોલીસ મથકમાં યુવક સામે નોંધાવ્યો છે.