ઓખાના યુવાનનું રાજકોટમાં આ રીતે થયું મોત...

ભારે જહેમત બાદ મૃતદેહ નીકળ્યો..

ઓખાના યુવાનનું રાજકોટમાં આ રીતે થયું મોત...

Mysamachar.in-રાજકોટ:

હજૂતો થોડા દિવસો પૂર્વેજ વડોદરામાં લીફ્ટમાં માથું ફસાઈ જતાં એક મહિલાનું મોત નીપજયું હતું, એવામાં વધુ એક વખત લિફ્ટમા જ ફસાઈ જતાં એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે,રાજકોટમા આવેલાં બંગડી બજારમાં ત્રીજા માળે માલ સામાન મુકવા ગયેલાં ઓખાના યુવાનનું કાર્ગો લીફ્ટ અને દિવાલ વચ્ચે માથું ફસાઈ જતાં મોત નીપજ્યું છે,


જે દુકાનમાં આ ઘટના બની તે દુકાનમાં છેલ્લા ૧૫ દિવસથી ઓખાનો કેતનભાઈ અગ્રાવત નામનો યુવાન કામ કરી રહ્યો હતો,દુકાનનું ગોડાઉન ત્રીજા માળે આવ્યું હોય સાંજના સમયે તે માલસામાન મુકવા માટે કાર્ગો લીફ્ટમાં ગયો હતો,ત્યારે યુવાનનું માથું લીફ્ટ અને દિવાલની વચ્ચે આવી ગયું હતું,બનાવની જાણ દુકાનમાં કામ કરતા અન્ય લોકોને થતા તે લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા,

આ બનાવ અંગે ફાયરને જાણ કરતા ફાયર કાફલો રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો,જે બાદ લીફ્ટના મેકેનીકલ સ્ટાફને બોલાવવામાં આવતા તેણે લીફ્ટ ઉપર કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો,બનાવથી આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં,આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે હોસ્પિટલે ખસેડયો છે.