Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સોશ્યલ મીડિયાનો કેટલાક શખ્સો દ્વારા કોઈને બદનામ કરવા માટે દુરુપયોગ થઇ રહ્યાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, એવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે વસવાટ કરતી એક 23 વર્ષીય યુવતીનું આરોપી મેહુલ જાદવે પોતાની ઓળખ છુપાવી ઇન્ટસ્ટાગ્રામમા ફરીયાદી યુવતીને બદનામ કરવાના ઇરાદાથી તેના નામનુ ખોટુ આઇડી બનાવી યુવતીની વિગતો તેમાં લખી અને તેના વિષે ખરાબ બિભત્સ લખાણ લખી યુવતીને સમાજમા બદનામ કરવા સબબ આઈટી એક્ટની કલમો હેઠળ કલ્યાણપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.