યુવક અને યુવતીનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત?

ભીમરાણા પાસેનો બનાવ

યુવક અને યુવતીનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત?
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા નજીક ટ્રેન હેઠળ કપાઈ ગયેલ યુવક અને યુવતીની લાશ મળી આવતા મીઠાપુર પંથકમાં અરેરાટી ફેલાઈ છે,આ બનાવ આપઘાત છે કે અકસ્માત તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરથી દ્વારકા તરફ જતા રેલ્વે  ટ્રેક પાસે આરંભડા ગામની કાજલ અને લાલા નામના યુવકએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે,

ત્યારે મીઠાપુર નજીક આવેલ આરંભડી ગામના આ યુગલ ટ્રેન નીચે કપાઈ ગયેલ લાશ મળી આવતા રેલ્વે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી જઈને લાશનો કબ્જો લઈ દ્વારકા હોસ્પિટલ પી.એમ.માટે ખસેડવામાં આવેલ છે,આરંભડાના યુવક અને યુવતી નું ટ્રેન હેઠળ આવી જવું એ આપઘાત કે અકસ્માત આ બનાવ બન્યો છે તેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.