યુવતીને હોટેલના રૂમમાં લઇ જઈને કહ્યું “મારી પત્ની સાથે મારે બનતું નથી ડિવોર્સ પણ થશે.”

મીઠી મીઠી વાતો કરી ફોસલાવી લીધી અને...

યુવતીને હોટેલના રૂમમાં લઇ જઈને કહ્યું  “મારી પત્ની સાથે મારે બનતું નથી ડિવોર્સ પણ થશે.”
symbolic image

Mysamachar.in-સુરત:

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની વાતો વચ્ચે મહિલાઓ કેટલી સલામત છે, તેના  અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે, યુવકો યેનેકેન પ્રકારે મહિલાઓ સાથે મિત્રતા કેળવી અને બાદમાં શારીરિક સબંધની ઈચ્છા પૂર્ણ થઈ જતા મહિલાઓને છોડી દેતા હોય છે, આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, કતારગામના એક  શખ્સે સોશિયલ મીડિયા દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવી યુવતીને લગ્નની લાલચ આપી કારમાં લોંગ ડ્રાઇવ પર જવાના બહાને કામરેજની હોટલમાં લાવી બે વાર શારીરિક સંબંધ બાંધી શોષણ કર્યા બાદ સંપર્ક કાપી નાંખ્યો હતો. જેથી મહિલાએ કામરેજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં રહેતી યુવતીને થોડા સમય પૂર્વે સોશિયલ મીડિયા ફેસબૂકના માધ્યમથી પંકજ સવાણી સાથે સંપર્ક થયો હતો, સંપર્કમાં આવ્યા બાદ બંને વાતચીત પણ કરતા અને વીડિયો કોલ તથા વોટ્સઅપથી ત્રણેક મહિના સુધી વાતચીત થતા બંને ગાઢ મિત્રો બની ગયા હતા. એવામાં ગત 29-10-19ના પંકજની ઇકો સ્પોર્ટ કારમાં બેસી નવસારી તરફ લોંગ ડ્રાઇવ પર ગયા હતા. પરત ફરતા સમયે પંકજે મારી પત્ની સાથે મારે બનતુ નથી અને ઝઘડા થાય છે. મારા ડિવોર્સ થવાના છે. જેથી હું મારી પત્નીને ડીવોર્સ આપી તારી સાથે લગ્ન કરીશ કહીં મહિલાને ભોળવી હતી.

બીજીવાર પંકજે ફોન કરી મહિલાને તેનો આધારકાર્ડ લઇને આવવાનું કહ્યું હતું. બંને જણા ઇકો સ્પોર્ટ કારમાં નવસારી તરફ ગયા હતા અને વળતા કામરેજ હાઈવે પરની મનિષા હોટલમાં ગયા હતા. જ્યાં પંકજે એ.સી.રૂમ બૂક કરાવ્યો હતો અને રૂમમાં પંકજે બે વખત શારીરીક સંબંધ બાંધ્યો હતો. હોટલમાંથી સાડા ત્રણેક વાગે નીકળી સુરત પરત ફરતી વખતે મહિલાએ પંકજને લગ્નની વાત કરતા પંકજે હમણા તું ઘરે જા કહીં લગ્નની વાત ટાળી દીધી હતી.અને શરીર સબંધોની ઈચ્છા પરિપૂર્ણ થઇ જતા  પંકજે ફેસબૂક, વોટ્સઅપ વગેરેમાંથી મહીલાનો નંબર બ્લોક કરી દઇ વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું અને સંપર્ક કાપી નાખ્યા હતા. મહિલાને પંકજે તેની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઇ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાતા પોલીસે ૩૭૬ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવી તપાસ શરુ કરી છે.