Mysamachar.in-અમદાવાદ
ગુજરાતના 33 જિલ્લાઓમાં સરેરાશ કરતા પણ ઓછા વરસાદ વચ્ચે ખેડૂતો અને લોકો વરસાદની રાહ જોઇને બેઠા છે, ત્યારે આજે વધુ એક વખત વરસાદને લઈને માઠા સમાચાર આવી રહ્યા છે, છેલ્લા કેટલાક દિવસથી સતત મેધમહેર વચ્ચે હવે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવાઈ રહી છે. હાલ રાજ્યમાં 38 ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. રાજ્યના અડધો-અડધ જળાશયો ખાલી જ પડી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ જ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ આવનાર 5 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે..