પત્નીને વોચમેન સાથેના  પ્રેમએ પતિને મરી જવા મજબુર કર્યો...

પતિએ વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ પત્ની વોચમેનના પ્રેમમાં પાગલ હતી...

પત્નીને વોચમેન સાથેના  પ્રેમએ પતિને મરી જવા મજબુર કર્યો...

Mysamachar.in-સુરત

પતિ પત્નીનો સબંધ સાત જન્મોનો સુખદુખનો સબંધ હોય છે, પણ આજના સમયમાં કોઈ કિસ્સાઓમાં પતિ તો કોઈ કિસ્સાઓમાં પત્નીઓ તમામ માર્યદાઓ ઓળંગી જઈને જયારે લગ્નેતર સબંધોમાં આવી જાય તેના પરિણામો હંમેશા ખરાબ જ આવે છે, સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે રૂંવાડાં ઉભા કરી દે તેવો છે, જેમાં ફ્લેટના વોચમેનના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાનો પતિ મરી જાય ત્યાં સુધી મજબુર કર્યાની ફરિયાદ નોંધાઈ છે, વોચમેન સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્ની ત્રાસ આપતી હતી.

પત્નીએ પ્રેમી સાથએ મળી ધમકી આપતા કાર બ્રોકરે આપઘાત કરી લીધો હતો. જ્યારે કાર બ્રોકરના આપઘાત કેસમાં પોલીસે પત્નીની ધરપકડ કરી લીધી છે. જ્યારે પ્રેમી વોચમેન ફરાર થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર બ્રોકરે આપઘાત કરતા પહેલા પોતાના જ ફોટો પર RIP લખી 11મા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો.

અડાજણ સ્તુતિ આઇકોનમાં રહેતા પારસભાઈ શ્યામભાઈ ખન્ના (ઉ.વ.33) કાર બ્રોકર તરીકે કામ કરતા હતા. 10 વર્ષ અગાઉ લગ્ન થયા બાદ હાલ 3 વર્ષની પુત્રી છે. છેલ્લા 6 માસથી પારસભાઈને પત્નીના ચારિત્ર્ય અંગે શંકા જતા ઝઘડા થતા હતા. ગત 14 ડિસેમ્બરના રોજ પણ પત્ની સાથે ઝઘડો થતા પારસ ઘરેથી નીકળી ગયો હતો. પત્ની અને માતાએ તેમને ફોન કર્યા પણ રિસિવ કર્યા ન હતા. આખરે તેમના મિત્રોને જાણ કરતા મિત્રોએ અને પરિવારના સભ્યોએ શોધખોળ કરતા પાલ આરટીઓ સામે નવી બિલ્ડીંગની નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. મરતા પહેલાં પારસે મિત્ર હાર્દિકને તેમની બિલ્ડીંગના વોચમેન અંકિતનો ફોટો મોકલી આ મારી મોત માટે જવાબદાર છે એમ લખીને મેસેજ મોકલ્યો હતો.

અને પોતાના મોબાઇલનો પાસવર્ડ પણ મોકલ્યો હતો. આ અંગે હાર્દિકે મરનારની માતાને જાણ કરી હતી અને ફોનની પણ તપાસ કરી હતી. તેમને જાણવા મળ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પારસની પત્નીને તેમની જ બિલ્ડીંગના વોચમેન અંકિત ગોવિંદ પ્રસાદ સાથે પ્રેમ સંબંધ હતો. આ અંગે પારસે અનેક વખત પત્ની અને વોચમેન અંકિતને સમજાવ્યા હતા. જોકે પત્ની આ સંબંધ તોડવા માંગતી ન હતી.

પત્નીના અનૈતિક સંબંધના કારણે ત્રાસી ગયેલા પારસે અગાઉ ઓએનજીસી બ્રિજ પર આત્મહત્યા કરવા માટે ગયો હતો. જોકે, ત્યારે લોકોએ તેને બચાવી લીધો હતો. છતાં પત્ની દ્વારા ત્રાસ આપીને અંકિત સાથે ભાગી જવાની ધમકી આપવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળીને પારસે આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે તેની માતા નિલમબેને ખન્નાએ અડાજણ પોલીસમાં પારસની પત્ની અને વોચમેન અંકિત વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ પત્નીની ધરપકડ કરી છે. જ્યારે ફરાર થયેલા પ્રેમી વોચમેનની શોધખોળ હાથ ધરી છે.