જે કચરો ઉપાડવાની એજન્સીઓને પેટ ભરીને પૈસાનો વધારો આપ્યો તેને આટલી પેનલ્ટીઓ કરવાની કેમ જરૂર પડે..?

તો શું યોગ્ય કામ નથી થત્તું માટે જ કરવી પડે છે પેનલ્ટી.?

જે કચરો ઉપાડવાની એજન્સીઓને પેટ ભરીને પૈસાનો વધારો આપ્યો તેને આટલી પેનલ્ટીઓ કરવાની કેમ જરૂર પડે..?
File Image

My samachar.in : જામનગર

જામનગર મહાનગરપાલિકાનું કચરા ખાતું કચરા જેવું જ છે, કારણ કે જેના માટે પ્રેમના ઉભરા આવ્યા અને વગર માગ્યે જ 11 કરોડથી વધુનો ખર્ચ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કંપનીઓને આપી દીધો તે કંપનીઓ ખુબ સારી રીતે અને વ્યવસ્થિત કામ કરતી હોવાના સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દાવાઓ તો કરે છે પણ આ દાવાઓમાં દમ નથી અને દાવાઓની હવા ત્યારે નીકળી જાય જયારે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી પાર્ટીઓના રીક્વેસ્ટ રેડ જેવા પેનલ્ટીના આંકડાઓ પર નજર કરવામાં આવે...

રીક્વેસ્ટ રેડ એટલા માટે જે પેનલ્ટીના આંકડા મનપાના સોલીડ વેસ્ટ વિભાગે આપ્યા છે તેટલો જ દંડ કેમ થાય તે પણ જાણકારોને માટે સવાલો ઉભું કરતું છે, કારણ કે બે વર્ષના સમયગાળામાં શાશક અને વિપક્ષના અનેક સભ્યોની ફરિયાદ, સ્થાનિક લોકોની ફરિયાદ છતાં બન્ને ખાનગી એજન્સીઓની પેનલ્ટીની રકમ રીક્વેસ્ટ રેડ જેવી એટલે કે (દેખાડવું પડશે)તેવી હોય તેમ લાગે છે.

સોલીડ વેસ્ટ વિભાગે આપેલ માહિતી પ્રમાણે ઓક્ટોબર 2019 થી નવેમ્બર 2021 સુધીમાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને 48,01,560.00ની પેનલ્ટી જયારે પાવર લાઈન કંપનીને 43,47,220.00ની પેનલ્ટી વિવિધ કારણો જે સોલીડ વેસ્ટ વિભાગ કાગળ પર દર્શાવે છે તેમાં પેન્ડીંગ પોઈન્ટ,પાઉડર ડસટીંગ કપાત,જરૂરિયાત મુજબ વાહન ફાળવેલ ન હોય,પેન્ડીંગ કન્ટેઈનર,પેન્ડીંગ બીન્સ,કચરાની સાથે કેરણ ભરતા હોવાથી. પેનલ્ટી કરવામાં આવેલ છે તેમ જણાવ્યું છે. હવે જો ખરેખર ડોર ટુ ડોરનું કામ દાવાઓ મુજબ થતું હોય તો આવી રીક્વેસ્ટ રેડ જેવી કાર્યવાહી કરવાની પણ જરૂર ના પડે તેવું જાણકારો ચર્ચાઓ કરતા સાંભળવા મળે છે.