સિક્કા ન.પા.ના પ્રમુખ સહિતનાઑએ શા માટે આપી રાજીનામાની ચીમકી?

ભાજપની છે ન.પા.

સિક્કા ન.પા.ના પ્રમુખ સહિતનાઑએ શા માટે આપી રાજીનામાની ચીમકી?

Mysamachar.in-જામનગર:

જામનગર તાલુકામાં આવેલ સિક્કા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાનો મામલે ચીફ ઓફિસર દ્વારા ડિમોલીશન કાર્યવાહી હાથ ધરાય તે પહેલાં નગરપાલિકાના સત્તાધીશોએ વિરોધ નોંધાવ્યો છે,તાજેતરમાજ કોંગ્રેસ પાસેથી શાસન આંચકીને સિક્કા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે,ત્યારે ભાજપ શાસિત સિક્કા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના સભ્યો દ્વારા રાજીનામા ધરી દેવાની ચીમકી આપતા ભાજપની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે,

સિક્કા નગરપાલિકાના પ્રમુખ શિવપુરી ગોસ્વામી દ્વારા ચીફ ઓફિસર દ્વારા શાસકપક્ષને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.તેવા આક્ષેપ સાથે જો આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે,ત્યારે ભાજપના શાસકો દ્વારા ખરેખર ડિમોલીશનનો વિરોધ છે કે પછી પક્ષને છીંકી મારવાનો પ્રયાસ તો નથી ને? તેવી લોકચર્ચા થઈ રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.