કચરામાંથી રોજની અંદાજે 1 લાખની કમાણી પાછળ ભેજુ કોનું?

કોન્ટ્રાકટર કચરો ઉપાડે છે  કયાંથી અને નાખે છે કયાં?

કચરામાંથી રોજની અંદાજે 1 લાખની કમાણી પાછળ ભેજુ કોનું?
file image

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરમાં રોગચાળો એનુ કામ કરે છે તો કૌભાંડ કરનારાઓ એનુ કામ કરે છે જેમા કચરામાંથી અંદાજે રોજ એક લાખની કમાણીનુ કથિત કૌભાંડ થઇ રહ્યા પાછળ કોનુ ભેજુ કામ કરે છે તે સવાલ સામે સતાવાળા અજાણ છે તે પણ સવાલ છે તેમજ કોઇની ઓથ છે માટે રોજના પાંચ લાખના બજેટેડ ખર્ચમાંથી વીસ ટકા ચાઉ થઇ જાય છે તે બાબત ઉંડી તપાસનો છે,. જામનગર શહેરમાં કોરોના વાયરસની મહામારી સામે લોક ડાઉનમાં ધંધા-રોજગાર તેમજ ઉદ્યોગ ઠપ્પ થઇ જવાથી તેમજ નાગરીકોને ઘરની બહાર નીકળવાની મનાઇ હોવાથી જાહેર કચરાના નિકાલની સમસ્યા ઘટવાના બદલે જામનગર શહેરમાં કચરાનું પ્રમાણ વધ્યુ હોવાના આશ્ર્ચર્ય વચ્ચે કચરાનો નિકાલ કરતી ખાનગી પેઢી ગોલમાલ કરતી હોવાનું સામે આવી રહ્યુ છે,.

રાજ્યની સાથે જામનગર શહેરમાં લોક ડાઉન પણ રહ્યું પણ તે વચ્ચે જા.મ્યુ.કો.ની શહેરમાંથી કચરો ઉપાડતી કોઈક ખાનગી કોન્ટ્રાકટ પેઢીને બખ્ખા થઇ પડયા હોય તેમ રોજે રોજ કચરાના નિકાલની જબરી કામગીરી બજાવતા વાહનો દોડી રહ્યા છે. જેમાં વાસ્તવીકતા એવી છે કે, શહેરમાં ઉદ્યોગ વિસ્તારમાં કચરાનું પ્રમાણ સૌથી વધુ હોય પરંતુ ઉદ્યોગ બંધ છે અને લોકડાઉનમાં જાહેરમાં નીકળવાની મનાઇ હોવાથી કચરાનું પ્રમાણ પણ ઘટી ગયુ છે. તો બીજી તરફ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગ બંધ હોવાથી પ્રદુષણનું પ્રમાણ ઘટયુ હોવાનું જણાવી રહી છે તે વચ્ચે જામનગર કચરો ઉપાડતી ખાનગી પેઢીને ટનના ભાવે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાથી કચરાની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી આચરતી હોવાનું બહાર આવ્યુ છે અને અગાઉ તરકટ ઝડપાય ગયા બાદ ફરીથી કચરાના નામે ધુળ સહિતની સામગ્રી ભરીને ડમ્પીંગ પોઇન્ટ સહિતના વિસ્તારમાં જી.પી.આર.એસ. સિસ્ટમ હોવાથી આટાફેરા કરીને જબરૂ કચરા કૌભાંડ આચરવામાં આવતુ હોવાનું જાણવા મળે છે.

એક અહેવાલ મુજબ લોક ડાઉનમાં ગુજરાતના મુખ્ય શહેરો એવા ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ શહેરમાં કચરામાં 35%નો ઘટાડો નોંધાયો છે. અને આ શહેરોમાં લોક ડાઉન પહેલા 80 ટન કચરો શહેરમાંથી મળી આવતો હતો હવે લોક ડાઉનમાં 55 ટન જેવો કચરો મળી આવતો હોવાની સામે એક માત્ર જામનગર શહેરમાં 35 ટકા કચરાના ઘટાડા સામે માત્ર 5 ટકાનો ફેર પડતો હોવાથી ટનના અંદાજે 1500 કચરો ઉપાડવાના ભાવ સામે રોજના 1 લાખ ઉપરની કચરો ઉપાડવામાં કથિતગોટાળો થતો હોવાનું જાણવા મળે છે. આમ જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કચરો ઉપાડવામાં 85 ટકાનો ખોટો ફેરફાર સાથે જબરૂ તરકટ આચરવામાં આવતુ હોવાથી આ કૌભાંડમાં જવાબદારો સામે પગલા ભરવા માંગણી ઉઠી છે.

-જામનગરમાં કચરા નિકાલમાં 85 ટકાના ફેરથી કૌભાંડની આ..શંકા

જામનગર શહેરમાં લોક ડાઉન પહેલા 310 ટન કચરો મળી આવતો હતો અને લોક ડાઉનમાં 295 ટન કચરો મળી આવે છે. માત્ર 5 ટકાનો ફેરફાર શંકા ઉપજાવે છે. કેમ કે ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં લોક ડાઉન પહેલા 80 ટન ઉપર કચરો મળી આવતો હતો અત્યારે 55 ટકા મળી આવે છે એટલે કે 35 ટકાનો કચરામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે જામનગર શંકર ટેકરી જીઆઇડીસી, એમ.પી.શાહ ઉદ્યોગ, હાપા ઉદ્યોગ, બેડેશ્ર્વર ઓઇલ મીલ વગેરે જગ્યાએ સૌથી મોટા પ્રમાણમાં કચરો મળી આવતો હતો પરંતુ આ વિસ્તાર બંધ હોવાથી કચરાનું પ્રમાણ ઘટવુ જોઇએ તેના બદલે જામનગરમાં 5 ટકાનો કચરા ઘટાડા જોવા મળી રહ્યા છે અને એક ટનનો ભાવ જામનગરમાં 1450 જેવો હોય કચરો ઉપાડવાની કામગીરીમાં 85 ટકાનો ફેરફાર સાથે રોજના લાખથી સવા લાખની ગોલમાલની શંકા ઉપજે છે જે તપાસ માંગી લેતો વિષય બન્યો છે