Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે આજે ભારે મતદાન થયું છે, મળી રહેલા છેલ્લા આંકડા પ્રમાણે સરેરાશ 64.86 % મતદાન જામનગર જીલ્લા પંચાયત માટે થયું છે મહત્વનું છે કે વર્ષ 2015માં રાજ્યમાં અનામત આંદોલન સહિતના પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં વધુ અસરકર્તા રહ્યા હોય અને તેવા તમામ મુદ્દાઓના કારણે ભાજપે જામનગર સહીત રાજ્યની મોટાભાગની જિલ્લા પંચાયતો અને કેટલીક તાલુકા પંચાયતો પરથી અડીખમ શાસન ગુમાવવાનો વારો આવ્યો હતો અને કોંગ્રેસે જિલ્લા અને તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો હતો પરંતુ આ વખતેના સમીકરણો જુદા હોય અને ખાસ કરીને આજે જે રીતે મતદાનની ટકાવારી ખૂબ ઊંચી ગઈ છે અને મતદારોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે ત્યારે આગામી મંગળવારના રોજ જ્યારે જામનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો માટેની મતગણતરી છે, ત્યારે શું પરિણામ આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
જામનગર જીલ્લા પંચાયત:64.86%
જામનગર તાલુકા પંચાયત:64.21%
કાલાવડ તાલુકા પંચાયત:58%
લાલપુર તાલુકા પંચાયત: 70.21%
જામજોધપુર તાલુકા પંચાયત:67.29%
ધ્રોલ તાલુકા પંચાયત:69.17%
જોડિયા તાલુકા પંચાયત:61.69%
કુલ મતદાન:64.89%
સિક્કા નગરપાલિકામાં 66.18 % મતદાન સરેરાશ 6 વાગ્યા સુધીમાં થયું છે.