કોરોના કાળમાં કયા કામ કરવા સૌથી વધુ સુરક્ષિત છે અને કયા કામ સૌથી વધુ જોખમી છે?

આ સાવધાની અને સાવચેતીથી જરૂર સંક્રમિત થતાં બચી શકીશું..

કોરોના કાળમાં કયા કામ કરવા સૌથી વધુ સુરક્ષિત છે અને કયા કામ સૌથી વધુ જોખમી છે?
file image

Mysamachar.in-જામનગર

આપણે અત્યારે કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આપણે કોરોનાથી બચવું  હોય તો આપણે આપણી લાઈફ સ્ટાઈલ બદલીને કોરોના સાથે જીવતા શીખી જવુ પડશે. માટે જ સાવધાની અને સાવચેતીથી જરૂર સંક્રમિત થતાં બચી શકીશું. એક અહેવાલ અનુસાર એવા કામોની યાદી જાહેર કરાઈ છે કે જે કામો કરવાથી કોરોના વાયરસ(COVID-19) થવાનો ખતરો સૌથી વધુ છે. એવા કયા કયા કામો છે જે કોરોના કાળમાં સૌથી વધુ સુરક્ષિત છે અને સૌથી વધુ જોખમી પણ છે?

રેસ્ટોરાં ટેક-અવે, પેટ્રોલ પંપ પર જવું, ટેનિસ રમવું અને કેમ્પિંગમાં કામ પુરતું જવું જોઈએ. સુરક્ષા અને સાવચેતીની સાથે ગ્રોસરી શૉપિંગ, ગોલ્ફ રમવું, ડૉક્ટરના વેઇટિંગ રૂમમાં બેસવું, લાઇબ્રેરી અને મ્યૂઝિયમમાં બેસવાથી પણ કોરોના વાયરસ થવાનો ખતરો ઘણો ઓછો હોય છે.

રિપોર્ટ પ્રમાણે  મીડિયમ ખતરાવાળા કામોમાં બીજાના ઘરે જઈને ભોજન કરવું, દરિયાકિનારે ફરવા જવું, શૉપિંગ મૉલ જવું, બાળકોને કિડ્સ પ્લે કે કેમ્પિંગ પર મોકલવા, ઓફિસની બિલ્ડિંગમાં એક સપ્તાહ સુધી સતત કામ કરવું વગેરે સામેલ છે. જયારે મધ્યમથી થોડાં વધુ ખતરાવાળા કામોની યાદીમાં વાળ કપાવવા માટે સલૂનમાં જવું, રેસ્ટોરાંમાં અંદર બેસીને ખાવું, લગ્ન કે અંતિમ સંસ્કારમાં સામેલ થવું, હવાઈ યાત્રા કરવી, બાસ્કેટ બોલ રમવું વગેરે સામેલ છે.

આજના સમયમાં કોરોના સંક્રમણ થવાની સૌથી વધુ શક્યતા જિમમાં વર્ક આઉટ કરવું, અમ્યૂઝમેન્ટ પાર્કમાં ફરવા જવું, થિયેટરમાં જવું, મ્યૂઝિક કોન્સર્ટમાં જવું, સ્પોર્ટ્સ સ્ટેડિયમ જવું એવી ભીડવાળા સ્થળોએ જવાથી સંક્રમણ થઈ શકાય છે. કારણ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય છે.ઉપરોક્ત બદલાવની સાથે સાથે ચોખ્ખાઈ, એકબીજાથી દૂરી બનાવી રાખવી, માસ્ક- સેનેટાઈઝર- ગ્લવ્સનો ઉપયોગ વગેરેને પણ અપનાવું પડશે. કોરોના વાયરસના સંક્રમણથી બચવું હોય તો આપણે આપણી જીવનશૈલીમાં ચોક્કસથી બદલાવ લાવવો પડશે.