Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કાલાવડ શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, તે જીલ્લાના પીએચસી સેન્ટરોના આંકડાઓ પર નજર કરવામાં આવે તો દરેડ, અલીયાબાડા, જોડીયાના બાલંભા પીઠડમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, કાલાવડ તાલુકાના ખરેડીમાં 2 ઇંચ, ભલસાણ બેરાજામાં 3 ઇંચ,મોટાવડાલામાં 1 ઇંચ, મોટા પાંચ દેવડામાં 2 ઇંચ, લાલપુરના પીપરટોળામાં અઢી ઇંચ, મોટા ખડબામાં 1 ઇંચ, વરસાદ નોંધાયો છે.