રેલ્વે પોલીસે બે બેગ ખોલીને ચેક કરી તો અંદરથી નીકળ્યું...

અમૃતસરથી મુંબઈ તરફ જઈ રહેલ પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફર પાસેથી

રેલ્વે પોલીસે બે બેગ ખોલીને ચેક કરી તો અંદરથી નીકળ્યું...

Mysamachar.in-ગોધરા

રેલવે પોલીસે બે બેગો સાથે એક વ્યક્તિને અટકાવતા શંકાસ્પદ બે બેગ માંથી લાખોની કિંમતના  સોનાના દાગીના અને રોકડ સહીત 1.12 કરોડનો મુદ્દામાલ રેલવે પોલીસે કબજે લીધો છે. ગોધરા સ્ટેશન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફર પાસેથી શંકાસ્પદ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી આવતા રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી છે. મુસાફર પાસેથી રૂપિયા 77.77 લાખની રોકડ તેમજ 34 લાખના સોના ચાંદીના દાગીના સહિત 1.12 કરોડનો શંકાસ્પદ હાલતમાં મુદ્દામાલ મળી આવ્યો છે.

પોલીસે હાલ મુસાફરની અટકાયત કરી રોકડ રકમ અને દાગીના ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે જેની પાસેથી આ બેગ મળી આવી છે તે હરિયાણા રાજયનો પંચઝોલા, સેકટર/21 નો પીયૂષભાઈ વિષ્ણુભાઈ ગર્ગ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે નાણા તે ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જઇ રહ્યો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.