જયારે રેલ્વે ટ્રેક પર ફસાઈ ગઈ કાર

કારચાલક કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થઇ 

જયારે રેલ્વે ટ્રેક પર ફસાઈ ગઈ કાર

Mysamachar.in-વડોદરા:

વડોદરાના એક રેલ્વે ટ્રેક પર કાર ફસાઈ ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે, વડોદરાથી સુરત જવા માટે સવારે ગુડ્સ ટ્રેન લઇને મુંબઇના વસઈ સ્ટાફના લોકો પાયલોટ લખનપાલ મીના અને આસિસ્ટન્ટ ડ્રાઇવર સમીરખાન નીકળ્યા હતા.તેમણે ૧૨:૫૦ વાગે કીમ કોસંબા વચ્ચે ડાઉન લાઈન પર સફેદ ફોરવીલર ફસાઈ હોવાનું જણાતાં વડોદરા અને કોસંબાના અધિકારીઓને જાણ કરી હતી.  આ દરમિયાન ડાઉન લાઈન પર આવી રહેલી સુરત- વડોદરા ‘કોનરાજ’ ગુડસ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. બનાવને પગલે દોડી આવેલા રેલવે સત્તાધીશોએ જેસીબીની મદદથી ફોરવીલરને ટ્રેક પરથી ખસેડી ટ્રેન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે વરસાદી પાણીનું નાળુ બનાવવા માટે ભરૂચ નો રહેવાસી કોન્ટ્રાક્ટર રાજેશ કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે કોસંબા થી કીમ તરફ પોતાની ગાડીમાં જતો હતો. દરમિયાન ઓવર સ્પીડ ને કારણે ગાડી કંટ્રોલમાં નહીં રહેતા અપ લાઇન પર ધસી આવેલી ગાડી દિશા બદલીને ડાઉન લાઈન પર ફસાઈ ગઈ હતી. કારચાલક સામે કાર્યવાહી કરવામાં આવ્યાનું પણ જાણવા મળે છે.