Mysamachar.in-જામનગર:
ધ્રોલ નગરપાલિકાના વિપક્ષ સભ્ય કલ્પેશ હડીયલે એક પ્રેસનોટ જાહેર કરી ધ્રોલ નગરપાલિકામાં કેવું ભોપાળું ચાલે છે તેને ખુલ્લું પાડ્યું છે, આ મામલે હડીયલે પ્રાદેશિક કમિશ્નર સૌરાષ્ટ્ર ઝોનને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે અન્યથા આ મામલો કોર્ટ સુધી લઇ જવાની તૈયારીઓ પણ દર્શાવતા આ મામલે ધ્રોલ પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે, કલ્પેશ હડીયલે કરેલ આક્ષેપોનું માનીએ તો…ધ્રોલ નગર પાલિકા દ્વારા ટેન્ડર આઈડી 499595 (કુલ રકમ-1,38,32,511) ના કામમાં અગાઉ થઈ ગયેલ હયાત કામને ટેન્કરમાં નવા કામ તરીકે દર્શાવેલ છે, જેમાં વોર્ડ ન.-7 માં આવેલ રાજકોટ રોડ નવીન હરીલાલના ઘરથી રમેશ વેલજીના ઘર સુધી ભૂગર્ભ ગટર દર્શાવેલા હોય છે 15મી નાણાકીય કમિશન ગ્રાન્ટ વર્ષ 2021-2022માં દર્શાવેલ રૂપિયા 5,80,000 નું કાર્ય દર્શાવેલ હોય જે ટેન્ડર તારીખ 28/02/2012 ના રોજ ઈ-ટેન્ડર ખોલવા આવ્યું તેમાં આ કામ દર્શાવલ જે હકીકતમાં સાઈડ પર હયાત હોય અને નવા કામ તરીકે દર્શાવી નગર પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કન્સલ્ટન્ટ ડોઝાઈન પોઈન્ટ” સાથે મળી સરકારની સામે છેતરી અને ગેરરીતી કરેલ છે.
વધુમાં પ્રાદેશિક કમિશ્નરના આદેશ મુજબ ઈ-ટેન્ડર ખોલવા સમયે વિડીયો રેકોર્ડીંગ કરવું ફરજીયાત હોય પરતું આ આદેશનો પણ આ ઈ ટેન્ડર ખોલવામાં ભંગ કરવામાં આવેલ છે, આ બાબત ગેરરીતી ના થાય માટે વિપક્ષ નેતા કલ્પેશ હડીયલ દ્વારા ટેન્ડર બાબત નગર પાલિકામાં તારીખ 22/02/2022 ના રોજ ઈન્વર્ડનંબર 2124 થી અરજી કરેલ પરંતુ ચીફ ઓફીસર, નગર પાલિકા પ્રમુખ અને કન્સલ્ટન્ટ ડીઝાઈન પોઈન્ટ” સાથે મળી રજૂઆત ધ્યાને ન લઈ અને ગેરકાયદેસર રીતે ટેન્ડર ખોલી અને ગેરરીતી આચરી છે અને વર્કઓડર આપવા પ્રયાસ થઇ રહ્યાં છે. જે આજ તારીખ સુધી વર્કઓડર આપેલ ના હોય માટે વર્કઓડર પહેલા તાત્કાલિક તપાસ કરી અને ચીફ ઓફીસર, નગર પાલિકા પ્રમુખ અને કન્સલ્ટન્ટ ડીઝાઈન પોઈન્ટ” સામે ફોજદારીરાહે પગલા લેવા અને ખાતાકીય અને તમામ પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે, અન્યથા પ્રાદેશિક કમિશ્નરની કચેરી પણ સાથે સામેલ હોવ તેવું માનીને તમામ જવાબદાર સામે કોર્ટમાં કેશ દાખલ કરવામાં આવશે.
કલ્પેશ હડીયલ દ્વારા કરવામાં આવેલ અન્ય આક્ષેપોની વાત કરીએ તો ગત સામાન્ય સભા તારીખ 7/9/2021 માં ઠરાવ -૩ માં દર્શાવવામાં આવેલ કેશવ કન્સ્ટ્રકશનને 37.75% અપ કામ આપવા ઠરાવ કરવામાં આવેલ હકીકતમાં આ સભામાં આવો કોઈ ઠરાવ કરવા આવેલ ના હતો અને તારીખ 7/9/2021 ની સભામાં ઓલવેલ કન્સ્ટ્રકશન ને 24.24 અપ ભાવ આવેલની ચર્ચા કરવામાં આવેલ અને બાદમા 9.95% અપ કામ આપવા ચર્ચા કરવા આવેલ જેના રેકોર્ડીંગ પણ પુરાવા તરીકે કરવામાં આવ્યું છે, જે તારીખ 7/9/2021માં ઠરાવ-૩ માં દર્શાવવા આવેલ કેશવ કન્સ્ટ્રકશન ને 37.75% અપ આપવા ખોટો ઠરાવ લખવામાં આવેલ અને આ કોન્ટ્રેકટર સાથે વહીવટ કરી અને રૂપિયા 15,07.997 ની રકમ નું કામ ઈ-ટેન્ડર કરવાની જગ્યાએ ઓફ લાઈન ટેન્ડર કરી રૂપિયા 15,07,997 ના નાના-નાના 7 ભાગ કરી સેટિંગથી 37.75% અપ કરી સરકાર સાથે છેતરપીંડી કરેલ છે.અને સામાન્ય સભામાં મિનીટ બૂકમા ચેડા કરી ઠરાવ કરેલ છે.જેથી આ ઠરાવ રદ કરી અને જવાબદાર સામે કડક પગલા લેવા પણ રજૂઆત કરાઈ છે.