Mysamachar.in:જામનગર
કેન્દ્ર સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશને મોટા સમાચાર આપ્યા છે. સરકારે (જાહેરાત કરી છે કે આજે એટલે કે દિવાળીના દિવસ, 4 નવેમ્બર, 2021થી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદ નોંધનીય છે કે, ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે, આજથી રાજ્યમાં પેટ્રોલમાં અંદાજીત 12 રુપિયા અને ડીઝલમાં 17 રુપિયાનો ઘટાડો થતા લોકોને મહદઅંશે રાહત થશે, ઓક્ટોબર મહિનામાં છેલ્લા 25 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારે વધારો નોંધાયો છે. મહત્વનું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે.
ત્યારે આજે જામનગરમાં આજના અને ગઈકાલના પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરવામાં આવે તો ગઈકાલે પેટ્રોલનો ભાવ 106.59 હતો જે આજનો ભાવ 95.08 થયો છે તો ડીઝલનો ગઈકાલનો ભાવ 106.05 હતો તે આજે ઘટીને 89.06 થયો છે.જો કે લોકોમાં એવો ગણગણાટ સાંભળવા મળે છે કે આટલા દિવસો સુધી વધુ ભાવ ચૂકવ્યા જો કેન્દ્ર અને રાજ્ય સરકારે ધાર્યું હોય તો આ ભાવ ઘટાડો થોડા દિવસો પૂર્વે પણ કરી શકાયો હોય પરંતુ હવે ભાવોમાં વધારો ના થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.