Mysamachar.in-જામનગર:
કોઇ રાજ્ય પ્રદેશ સંસ્થા કંપની ઓર્ગેનાઇઝેશન ખાસડીપાર્ટમેન્ટ કે ખાસ એજન્સીઓ સરકારીવિભાગો વગેરેના સિમ્બોલ તેના કાર્યરિતીના બેઝ અને સિદ્ધાંતોને દર્શાવતા હોય છે, અને સદીઓથી આ અમલમા રહેલી સુચક પદ્ધતિ છે, જેના અર્થ ગુઢઅર્થ સાંકેતીક અર્થ સાથે મહત્વ દર્શાવવાનો તેમાં પ્રયાસ હોય છે, જે માટે ખુબ ચીવટથી અને વિષદ પરામર્શ તેમજ એક્સપર્ટ ઓપિનિયનથી સિમ્બોલ મંજુર થતા હોય છે, જામનગર મહાનગરપાલીકાનો સિમ્બોલ આ રીતે જ મહત્વ ધરાવતો હોઇ mysamachar ના વ્યુઅર્સ માટે તેની છણાવટ રોચક અને રસપ્રદ બની રહેશે,
મહાનગરપાલીકા જામનગરનો સીમ્બોલ- પ્રતિક ૧૯૮૧ થી અમલમા છે, તે પહેલા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નહી મ્યુનિસીપાલટી હતી કેમકે શહેરની વસ્તી ત્યારે વધતા વધતા એક લાખથી ઘણી વધુ થઇ હોય કોર્પોરેશનનો દરજ્જો મળ્યો હતો ગ્રામપંચાયત બાદમા મ્યુનિ. બરો મ્યુનિસિપાલટી મ્યુનિસિપલ કોર્પોરેશન આ રીતે ગ્રામ્યથી શરૂ કરી નગરો અને મહાનગરો સુધી માળખુ વસ્તી મુજબ હોય છે,
હવે જામનગર મ્યુનિ.કોર્પોરેશનના સીમ્બોલની વાત કરીએ તો જામનગર નગરપાલિકાના જનરલ બોર્ડ ઠરાવ નં 267,તા. 24-1-1981 ધ્વારા આ પ્રતિક સ્વીકારવામાં આવેલ અને તા. 6-10-1981 ના રોજ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયેલ પછીથી આ પ્રતિક અમલમાં છે.આ પ્રતીકમાં જે સમાવેશ કરાયો છે જે નગરની વિશીષ્ટતા છે, તેમાં શહેર અને શહેરના જનસમુદાયનું લક્ષમ્ય–(કલા, સંસ્કૃતિ, ભૌગોલિક ) પ્રગટ થાય છે. નીચે મુજબના સ્વરૂપ ધ્વારા
–પ્રતીકમાં મથાળે “મુગટ સ્વરૂપ ઘોડેસ્વાર “ એટલે “શૌર્ય,કલા,ક્ષેત્રે પ્રગતિનું સાતત્ય”
– -પ્રતિકમાં ડાબીબાજુ “નૌકા” એટલે “દરિયાઈ વહાણ વાતે ક્ષેત્રે પ્રગતિ”
– -પ્રતિકમાં જમણીબાજુ ”ધુમસેર” એટલે “ઔધોગિક ટેકસટાઈલ – વુલન મિલ ક્ષેત્રે પ્રગતિ”
– -પ્રતિકમાં નીચે ડાબીબાજુ “ખરલ –વાટિકા સહીત પાંદડા” એટલે આરોગ્ય અને ઔષધ ક્ષેત્રે અગ્રગણ્યતા”
– -પ્રતિકમાં નીચે ડાબીબાજુ “ખરલ – વાટિકા બાજુનું પુષ્પ” એટલે “ગુલાબ ડોલર નો શોખ અને અતરની ખ્યાતી”
– -પ્રતિકમાં નીચે “જમણી બાજુ “ભુજીયા કોઠો “ એટલે શિલ્પ, સ્થાપત્ય ક્ષેત્રે ઐતિહાસિક સ્મારકો”
– -પ્રતિકમાં ફરતી “પાંદડી – પુષ્પની વેલ” એટલે “મયુર પંખ –બાંધણી –કૌશલ્ય”
– -પ્રતિકમાં નીચે “આચાર પરમો ધર્મ એટલે “એ છે. “મહાનગરપાલિકાનો આદર્શ”
આ રીતે પ્રતિકનુ મહત્વ છે બનાવવા માટે જે તે વખતે નિષ્ણાંતોએ પરામર્શ કરી સામુહિકપ્રતિક બાદ સીમ્બોલ નિયત કર્યો છે જે આજે અમલમા છે જે જામનગર કોર્પોરેશનની ફાઇલો પ્રકાશનો પુસ્તકો લેટરપેડ બજેટ ઓડીટ રિપોર્ટ વહિવટી અહેવાલ દરેક ઉપર જોવા મળે છે.