મહા વાવાઝોડાએ લીધો ગુજરાત તરફ વળાંક, જાણો ક્યારે ટકરાશે

હવામાન વિભાગની આગાહી

મહા વાવાઝોડાએ લીધો ગુજરાત તરફ વળાંક, જાણો ક્યારે ટકરાશે

Mysamachar.in-અમદાવાદઃ

ગુજરાતવાસીઓ માટે ફરી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ધીમી ગતિએ આગળ વધી રહેલી મહા વાવાઝોડાની આફત હવે ગણતરીના કલાકોમાં જ રાજ્યના દરિયાકાંઠે ટકરાશે. મહા વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહેલા હવામાન વિભાગે જણાવ્યું મહા વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમુદ્રમાં સક્રિય બન્યું છે હવે તેણે ગુજરાત તરફ ફંટાવાનો વણાક લઇ લીધો છે. આગામી 7 નવેમ્બરે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી હાલ પૂરતી પ્રબળ શક્યતા દેખાઇ રહી છે. સાથે જ મહા વાવાઝોડાના એક દિવસ પહેલા રાજ્યમાં જામનગર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે 7 નવેમ્બરે સુરત નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી શકે છે. વાવાઝોડાની આગાહીને પગલે તંત્રે તમામ તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. NDRFની ટીમને જે તે જિલ્લામાં મોકલી દેવામાં આવી છે.