એવું તો શું થયું કે આ છોકરા પાસે દહીંકચોરી ખાવા માટે લોકોની લાઈનો લાગી...

અમદાવાદની છે વાત

એવું તો શું થયું કે આ છોકરા પાસે દહીંકચોરી ખાવા માટે લોકોની લાઈનો લાગી...

Mysamachar.in-અમદાવાદ

આજના સમયમ સોશ્યલ મીડિયાને ટાઈમપાસનું માધ્યમ કેટલાક લોકો માની રહ્યા છે.પણ આ જ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો જો સદુપયોગ થાય તો કોઈનું જીવન બદલાઈ શકે, તમે થોડા સમય પૂર્વે દિલ્હીના બાબા કા ધાબાના કાકાની સ્ટોરી જોઈ હશે, ખુબ સારું ભોજન સસ્તામાં વેચાણ કરતા આ કાકાની પાસે કોઈ આવતું નહોતું અને જેવો તેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો કે તેની પાસે ખાવા માટે લોકોની લાઈનો લાગી ગઈ... આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો...જ્યાં એક છોકરો પરિવારની મદદ માટે પોતાની ભણવાની, આનંદ કરવાની ઉમરે દહીકચોરી માત્ર 10 રૂપિયામાં વેચી રહ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં કોઈ દ્વારા વાઈરલ થતા જ ચોવીસ કલાક પણ પૂર્ણ ના થઇ ત્યાં જ આ છોકરા પાસે કચોરી ખાવા માટે લોકોની લાઈનો લાગી જવા પામી છે.અને આ છોકરો કહી રહ્યો છે કે માલ ખલાસ થઇ ગયો છે,

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન નજીક 14 વર્ષનો સગીર પરિવારને મદદ કરવા ફક્ત માત્ર 10 રૂપિયાની કિંમત પર દહીં કચોરી વેચી રહ્યો છે. લોકોને મદદ કરવા માટે હાલ સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યાં છે. જીવન જીવવા અને ઘર ચલાવા માટે જાત મહેનત જ કરવી પડે છે. સમય ખરાબ ચાલતો હોય અને રૂપિયાની તંગી હોય તો તેની સામે કામ કરવામાં ઉંમર બાધ આડે આવતી નથી. નાનપણમાં આવેલી જવાબદારી બાળકોને સમજદાર જરૂર બનાવી દે. ત્યારે આવો જ એક વીડિયો સામે આવ્યો છે,

જેમાં એક છોકરો પરિવારને મદદ કરવા માટે પોતાના પરિવાર માટે કઈ રીતે કામ કરી રહ્યો છે, આ વીડિયો અમદાવાદના મણિનગરના રેલવે ક્રોસિંગનો છે અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે કચોરી વેચતા કિશોરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ ટ્રેન્ડીંગ થઈ રહ્યો છે. આ છોકરાએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે. સોશ્યલ મીડિયા પર લોકો આ છોકરાની મદદ કરવા અપીલ કરી રહ્યા છે તો વિડીયો ટ્રેન્ડીંગ થતાની સાથે જ લોકો ખુબ મોટી સંખ્યામાં તેની પાસે પહોચી રહ્યા છે.