Mysamachar.in-જામનગર
જામનગર ખંભાળિયા હાઈવે પર બેડ ટોલનાકા નજીક આજે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પુરપાટ ઝડપે જઈ રહેલ એક ઇકો કારના 3 ટાયર ફાટતા શાકભાજી ભરેલ આ ગાડી ગોથલીયા ખાઈ અને ડીવાઈડર પર ચઢી ગઈ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી થઇ પણ એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.