ખાતરના ભાવ, ઘટી રહેલું ટેસ્ટીંગ અને વેક્સીનના મુદ્દાઓ પર શું બોલ્યા મંત્રી આર.સી.ફળદુ.?

VIDEO જોવા ક્લિક કરો 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લામાં કોરોનાની વકરી રહેલ પરસ્થિતિ પર આજે રાજ્યના બે મંત્રીઓ આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધિત કરી આ પત્રકાર પરિષદમાં સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યા હતા મંત્રી આર.સી.ફળદુએ જામનગર જીજી હોસ્પીટલમાં તમામ વ્યવસ્થાઓ પૂરી હોવાના દાવાઓ કર્યા હતા અને રાજ્ય સરકાર હજુ વધુ સારવાર માટે કટીબદ્ધ હોવાની વાતો મંત્રી આર.સી.ફલદુએ કરી આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુએ ખાતરના ભાવ, જામનગર શહેરમાં ખાસ તો એન્ટીઝન અને RTPCR ટેસ્ટીંગ કીટ અને ટેસ્ટીંગ ઘટાડવા મુદે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આર.સી.ફળદુએ જે નિવેદન આપ્યું તે તમારે સાંભળવું મહત્વનું છે.તેવોએ કહ્યું કે આભ ફાટ્યું છે થીગડા મારવાનું કામ શાશકોનું કર્તવ્ય છે, ટેસ્ટ માટેની કીટ પણ ખૂટે તેવું ચોકાવનારું નિવેદન ફળદુએ કર્યું છે, તેવોંએ કહ્યું કે  જેમ જેમ ઉત્પાદન થાય તેમ તેમ રાજ્યને ને જિલ્લાને મળે આપની પાસે જેમ પુરવઠો હોય તેમ વેક્સીન અને ટેસ્ટીંગની કામગીરી થઇ રહી હોવાની વાત તેવોએ કરી છે.

video જોવા ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વીઝીટ કરો