લગ્ન પછીના અનૈતિક સંબંધનો કેવો આવ્યો કરૂણ અંજામ..!

જાણો વિગતે

લગ્ન પછીના અનૈતિક સંબંધનો કેવો આવ્યો કરૂણ અંજામ..!
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

સમાજ જીવનમાં પવિત્ર લગ્ન પ્રથાનું ઘણું મહત્વ છે,અગ્નીના સાત ફેરાની સાક્ષીએ જન્મોજન્મ સુધી સાથ નિભાવવાની પ્રતિજ્ઞા સાથે યુવક અને યુવતી લગ્ન બંધનમાં જોડાય છે,ત્યારે લગ્ન બાદ પરિણીતા દ્વારા પતિ સાથે બેવફાઇ કરીને પર-પુરુષ સાથે સંબંધ રાખવાનું પરિણામ ક્યારેય સારું આવતું નથી, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હોય તેમ પરિણીતા સાથે દુષ્કર્મ આચરી તેનો બિભત્સ વિડિયો બનાવીને બધા મિત્રો ભેગા મળીને પરિણીતાની ઇજ્જત લૂંટવાનો બનાવ સામે આવ્યો છે,

ચેતવણીરૂપ કિસ્સાની વિગત મુજબ અમદાવાદ ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી પરિણીતા અગાઉ બોટાદ રહેતી હોવાથી એક વર્ષ પહેલા ફિરોજ સાથે મિત્રતા થઈ હતી અને ફિરોજએ પરિણીતાને ઘરે બોલાવીને શરીર સંબંધ બાંધીને આ તમામ પળોના ફોટા અને બિભત્સ વિડિયો ઉતારી લીધો હતો,

ત્યારબાદ અમદાવાદની પરિણીતા બોટાદના ફિરોજની મિત્રતામાં બરોબરની ફસાઈ જતાં સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને ફિરોજએ તેના મિત્ર ભરત પરમાર અને સાદ્દિક વગેરેને સાથે મળીને પરિણીતાને બ્લેકમેઇલ કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું,એટલું જ નહીં ફિરોજને અને તેના મિત્રોએ આ પરિણીતા પાસેથી સોનાનો ચેઇન અને એક લાખ રોકડા પણ પડાવી લીધા હતા,

આ સમગ્ર બનાવની પરિણીતાના લગ્નજીવનમાં આગ લાગી ગયા બાદ અંતે પરિણીતાએ પોલીસની આશરો લઈને પોતાની સાથે બનેલા સમગ્ર બનાવની આપવીતી વર્ણાવીને ફિરોજ સહિત ત્રણ શખ્સો સામે અમદાવાદમા ફરિયાદ નોંધાવી છે,

આમ લગ્ન બાદ પરિણીતાને પર-પુરુષ સાથેના આડા સંબંધોનો વધુ એક વખત કરૂણ અંજામ આવતા સમાજ માટે આ લાલબત્તી ધરતો બનાવ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.