સરકારી કર્મચારી માટે શું છે આનંદના સમાચાર..

સરકારે શું કરી જાહેરાત

સરકારી કર્મચારી માટે શું છે આનંદના સમાચાર..

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને ૭માં પગારપંચનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સરકારી કર્મચારીઓ માટે બે ટકા મોંઘવારી ભથ્થું આપવાના નિર્ણય સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા સરકારી કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે,

ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓને 2% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે,જેના પગલે  રાજ્યના સરકારી કર્મચારીઓ તેમજ પંચાયત હેઠળના કર્મચારીઓ મળીને કુલ નવ લાખ કર્મચારીઓને બે ટકા મોંઘવારી ભથ્થું આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે,

આગામી ફેબ્રુઆરી માસથી જ તેની અમલવારી  કરવામાં આવશે, જેનો લાભ સરકારી કર્મચારી ઉપરાંત પેન્શનરોને પણ મળશે,રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારની તિજોરી ઉપર ૭૭૧ કરોડનો વાર્ષિક ભારણ પડશે. ત્યારે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.