ખોજા બેરાજા જમીન વિવાદ મામલે હાઇકોર્ટે ર્શું કર્યા આદેશ..?

આજે હતી સુનવણી

ખોજા બેરાજા જમીન વિવાદ મામલે હાઇકોર્ટે ર્શું કર્યા આદેશ..?

Mysamachar.in-જામનગર:

જામનગરના ખોજા બેરાજાની ચકચારી જમીન પ્રકરણનો વિવાદ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ જમીન ખાલી કરાવવા મામલે બે મહિલાઓએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને આજે કોર્ટ ઇન્કવાયરીના આદેશનો હુકમ કર્યો છે,

આ જમીન પ્રકરણ હાઇકોર્ટમાં ચાલી રહ્યું છે અને આ જમીન પર હાલ સ્વ. ગોગન કારાના વારસોનો છેલ્લા ઘણા વર્ષોથી કબ્જો છે. હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ પોલીસને કોઈ કાર્યવાહી ન કરવાનો હુકમ કરીને ઉચ્ચ અધિકારીને અદાલતમાં હાજર થવા હુકમ કર્યો હતો,

દરમ્યાન આ જમીન ખાલી કરાવવા માટે ઇકબાલ ઇબ્રાહિમ, જમન ફળદુ, નિકુલ ગઢવી, બહાદુરસિંહ વગેરે ૧૫ જેટલા શખ્સોના ટોળાએ હંગામો મચાવીને તોડફોડ કરતાં મેર મહિલા વેજીબેન અને શાંતુબેન મોઢવાડીયાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હતી,

ત્યારબાદ પોલીસ હરકતમાં આવીને જમન ફળદુ વગેરે સામે ફરિયાદ નોંધી હતી. ત્યારે હાઇકોર્ટમાં આ કેસની આજે તારીખ હોય, કોર્ટ આ બનાવની ગંભીર નોંધ લઈને મેજીસ્ટ્રેટ ઇન્કવાયરીના આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, કોર્ટ દ્વારા નિવેદન, CCTV ફૂટેજ, ફોટા વગેરેને આધારે રિપોર્ટ સુપ્રત કરવાનો આદેશ કરાયો છે. તેવું આ કેસ લડતા જામનગરના એડવોકેટ હિતેન ભટ્ટએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.