નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે અમને કોઈ વાંધો નથી:મુખ્યમંત્રી 

કેટલાય દિવસોથી ચર્ચામાં આવેલ છે આ મુદ્દો 

નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે અમને કોઈ વાંધો નથી:મુખ્યમંત્રી 
file image

Mysamachar.in-આણંદ:

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મહાનગરોમાં જાહેરમાં રેકડીઓ પર વેચાતા ઈંડા અને નોનવેજના વેચાણ પર કાર્યવાહીનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને તેના માટે વિવિધ સંગઠનો અને લોકોના નિવેદનો ક્યાંક તરફેણમાં તો ક્યાંક વિરુદ્ધમાં આવી રહ્યા છે, આ તમામ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરમંચ પરથી નિવેદન કરતા કહ્યું કે...

રાજ્યમાં નોનવેજ-ઇંડાની લારીઓ જાહેર માર્ગો-રસ્તા પરથી હટાવવાના મૂદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ નિર્ણય નગરપાલિકા-મહાનગરપાલિકા તંત્રનો નિર્ણય છે. રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે કે જે નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે પરંતુ આવો ખાદ્યપદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે પણ જરૂરી છે, મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે લારીઓ ટ્રાફિક કે નાગરિકો માટે અડચણ રૂપ હશે તો તેવી લારીઓ હટાવી શકાશે.હવે મુખ્યમંત્રીના આ નિવેદન બાદ રાજ્યની મહાનગરપાલિકાના સ્થાનિક તંત્રો દ્વારા શું નિર્ણય લેવાશે તે જોવાનું છે.