“તું મારો બાપ છો.?કોઈ વચ્ચે નહિ આવે,૬ વાગ્યા પછી બધું થાય”સભ્યના પતિની દાદાગીરીનો VIDEO વાઈરલ

ધ્રોલ નગરપાલિકાની ઘટના..

Mysamachar.in-જામનગર:

આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા મહિલા સભ્યો ચુંટાઈ ને આવે તે ખુબ સારી બાબત છે,પણ મહિલા સભ્યોને બદલે જયારે તેના પતિદેવો પોતે જ સભ્ય હોય તેવો રોફ જમાવે તે બાબત કેટલી વાજબી કહી શકાય,આવું જ બન્યું છે ધ્રોલ નગરપાલિકામા..જ્યાં મહિલા સભ્યના પતિદેવની ખુલ્લી દાદાગીરીના બે વિડીયો વાઈરલ થયા છે,

વોર્ડ નંબર ત્રણના મહિલા સભ્ય ગાયત્રીબા ગોહિલના પતિ દિનેશસિંહએ ચીફ ઓફિસર ધર્મેશ ગોહીલ સાથે કરેલા અસભ્ય વર્તનના બે વિડીયો વાઈરલ થતા જામનગર ના રાજકારણમા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા છે,જે વિડીયો છે તેમાં દિનેશસિંહ ગોહિલ જાણે પોતાની દાદાગીરીનો પરિચય ચીફ ઓફિસરને આપી રહ્યા હોય તેમ કોઈ વચ્ચે નહિ આવે,ઉચા અવાજે વાત ના કર,તું મારો બાપ છો જેવા શબ્દપ્રયોગ કરી રહ્યાનું ફલિત થઇ રહ્યું છે,ગઈકાલે ધ્રોલ નગરપાલિકા ખાતે બનેલી આ ઘટના અને સામે આવેલ વિડીયોને ચીફ ઓફિસરે પુષ્ટી આપી છે.કેવી છે મહિલા સભ્યના પતિદેવની દાદાગીરી જુઓ આ VIDEO...

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.