વોર્ડ નંબર 8 ની કાયાપલટ અને વણથંભી વિકાસયાત્રા જ સુકાની દિવ્યેશ અકબરી સહિતની પેનલને પહેરાવશે વિજયમાળા

જન સુવિધાઓ અને  જનસેવાનો સંકલ્પ હોય  ભાજપના આ ચારેય ઉમેદવારો તરફી પ્રજાનો જબરો ઝોક

વોર્ડ નંબર 8 ની કાયાપલટ અને વણથંભી વિકાસયાત્રા જ સુકાની દિવ્યેશ અકબરી સહિતની પેનલને પહેરાવશે વિજયમાળા

Mysamachar.in-જામનગર

જામનગર મનપાની ચુંટણીના મતદાનના હવે જુજ દિવસો જ રહ્યા છે, ત્યારે છેલ્લી ઘડીનો શુ માહોલ છે, પ્રજાનો ચુકાદો આપવાનો નિર્ણય કઇ તરફ રહેશે તે માટેનો ખાસ સર્વે વોર્ડ નંબર 8નો કરવામા આવ્યો ત્યારે ભાજપના લોકપ્રિય ઉમેદવાર દિવ્યેશ અકબરી પેનલ સહિત ઝળકી ઉઠશે તેવો માહોલ બની ગયાનુ જાણવા મળ્યુ છે, માટે વિકાસ જ આ વિસ્તારના ભાજપના ઉમેદવારોને વિજયમાળા પહેરાવશે તેવુ તારણ નીકળ્યુ છે,

કેમકે કોર્પોરેટર તરીકે દિવ્યેશભાઇ અકબરી તેમના વિસ્તારની વણથંભી વિકાસ યાત્રાના સુકાની છે અને નવા ભળેલા વિસ્તારમા પણ પાયાની સુવિધાઓ તેમણે નગરસેવક તરીકે બતાવી યુવાન વયમા જ લોકોના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે, માટે હજુય વિકાસયાત્રા આગળ વધારવા ભાજપની પેનલ તરફ મતદારોનો ઝોક જોવા મળે છે કેમકે આ તકે દિવ્યેશભાઇએ જણાવ્યુ છે કે "વોર્ડ નંબર 8 ના સર્વાંગી વિકાસ સાથે અમે સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં તમામ સુવિધાઓના કામો કર્યા છે"

-વોર્ડ નંબર 8 ના મતદારોનો ભાજપ તરફી જબરો ઝોક

જામનગર વોર્ડ નંબર 8 શિક્ષિત અને તમામ સમાજના લોકોનો વસવાટવાળો વિસ્તાર છે, આ વિસ્તારે કોઈપણ ચુંટણી હોય ભાજપને ખોબલે ખોબલે મતો આપ્યા છે, તેમાં પણ મનપાની ચુંટણીમાં આ વિસ્તારમાં ભાજપ તરફી ઝોક વધુ રહ્યો છે આ વખતની ચુંટણીમાં પણ પૂર્વ સીનીયર કોર્પોરેટર દિવ્યેશ અકબરી સહિતની ચારેયની પેનલ જંગી બહુમતી સાથે વિજયી બનશે તેવા સંજોગો હાલ બની રહ્યાનું આ વિસ્તારના લોકોનો અભિપ્રાય લેતા સામે આવ્યું છે, તેમજ જામનગર મહાનગરપાલિકાની આગામી તારીખ 21-02-0221, રવિવાર ના રોજ યોજાનારી ચૂંટણીમાં વોર્ડ નંબર 8 ના ભાજપાના નિષ્ઠાવાન, પ્રમાણિક અને કાર્યશીલ ઉમેદવારો લોકોમાં લોકપ્રિય બન્યા છે.

-ઉમેદવાર દિવ્યેશ રણછોડભાઇ અકબરી માત્ર કોર્પોરેટર જ નહી લોકપ્રિય પદાધીકારી તરીકે પણ ઉભરી આવ્યા છે

માત્ર ચુંટણી જીતવા સુધી જ પરંતુ ચુંટણી જીતી ગયા બાદ સતત પાંચ વર્ષ સુધી લોકોની વચ્ચે રહીને લોકપ્રશ્નોનો ઉકેલ લાવનાર 42 વર્ષીય પટેલ પરિવારના દિવ્યેશ અકબરી  આ યુવાન છેલ્લા 25 વર્ષથી પાર્ટી કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. વોર્ડથી શરૂ કરી શહેર સંગઠનમાં મંત્રી, તેમજ વિધાનસભામાં 79-વિધાનસભાના સહ-ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી છે. વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા દિવ્યેશભાઇ ભાજપના ચૂંટણીકાર્યમાં વિશેષ ભૂમિકા ભજવવા ઉપરાંત, આપતકાળમાં સેવાકીય ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપવામાં પણ અગ્રેસર રહ્યા છે તથા શહેરની અલગ અલગ સેવાભાવી સંસ્થાઓમાં તેઓ જવાબદારી નિભાવે છે. તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કદર થઇ હતી અને તેમને સ્ટે. કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, શાસક પક્ષ દંડક તરીકે  જવાબદારી સંભાળી છે અને  મહાનગરનો વિકાસ અને વોર્ડનો વિકાસ કરવાની  જવાબદારી બહોળા રાજકીય અનુભવના આધારે નિભાવી છે.

-ઉમેદવાર કેતન વેલજીભાઇ ગોસરાણી સંગઠનના અનુભવ સાથે સેવાનુ ભાથુ

ઓશવાળ મહાજન યુવા અગ્રણી કેતન વેલજીભાઇ ગોસરાણી છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર, સતત બે ટર્મ સુધી મંત્રી તરીકે તેઓની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચુકયા છે. “સેવા હી સાધના'' ને પોતાનો જીવનમંત્ર બનાવનાર કેતનભાઇ ગોસરાણી સતત લો કોની વચ્ચે રહી લોક ઉપયોગી કાર્યો કરી રહ્યા છે.

-ઉમેદવાર તૃપ્તિબેન સુનિલભાઇ ખેતિયા અનેક પ્રવૃતિથી હંમેશા લોકો સાથે રહ્યા છે જોડાયેલા

આ વિસ્તારના મહિલા ઉમેદવાર રાજય પુરોહિત બ્રાહ્મણ તૃપ્તિબેન તેઓની રામાજીક પ્રવૃતિઓ જેવી, મહિલાઓના ઉત્કર્ષ અંગે સંગઠન અને સરકારની યોજનાઓની સમજુતિ તથા મહિલાઓને અગ્રતા આપી લાભ અપાવવા પ્રયત્નશીલ, જ્ઞાતિ લેવલે સમુહ લગ્ન સમિતિના મહિલા કાર્યકર તરીકે મુખ્ય યોગદાન, તાત્કાલીક જરૂરીયાતમંદ લોકોને દવાઓ વિગેરે અંગત ખર્ચ નોંધપાત્ર કામગીરી, 10 વર્ષથી રાજનગર ગરબી મંડળમાં સક્રિય જવાબદારી નિભાવી રહ્યા છે.

-ઉમેદવાર કણજારીયા સોનલબેન યોગેશભાઇ પુર્વ કોર્પોરેટર પતિના પગલે અવિરત સેવારત

ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના મહિલા અગાણી તેમજ ગોકુલનગર સ્વસહાય જુથસખી મંડળના પ્રમુખ, ગોકુલનગર સમસ્ત સતવારા મહિલા વિકાસ મંડળ સામાન્ય સભ્ય તરીકે જવાબદારી નિભાવી રહેલ છે. તેમજ મહિલાઓને સરકારની યોજનાઓની સમજુતિ અને લાભ અપાવવા પ્રયત્નશીલ રહે છે. તેઓના પતિ યોગેશભાઇ કણજારીયા વોર્ડ નંબર 8 ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલ છે.

-દરેક સમાજને સાથે લઇ ચાલતા સુકાની દિવ્યેશભાઇ પેનલ સાથે જીતશે

આ વિસ્તારના સૌમ્ય અને મળતાવડા સ્વભાવના યુવા પાટીદાર આગેવાન દિવ્યેશભાઈ અકબરી તમામ સમાજના લોકો સાથે ઘરોબો ધરાવે છે, અને આગવી લોકચાહના ધરાવતા ઉમેદવાર છે, અને દરેક સમાજને સાથે લઈને ચાલવાની તેમની સુજબુઝ પક્ષના આગેવાનો પણ જાણે છે, અને એમની પેનલને જબરદસ્ત આવકાર લોકસમર્થનમાં પણ મળી રહ્યો છે. તેના પરથી ઉમેદવારો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને ગતટર્મમાં મનપાના ભાજપના શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી મહાનગરપાલિકામાં એક પરિપક્વ એમણે પોતાની ટર્મ દરમ્યાન ખુબ જ ધીરગંભીર થઇને પોતાના વોર્ડની પ્રજાનું કાર્ય કર્યું છે. માટે પેનલ સહિત જીતશે તેમ લોકો કહે છે.

-વોર્ડ નંબર 8 માં નવા ભળેલા વિસ્તારોમાં થયા અનેક વિકાસ કામ

જામનગર મહાનગરપાલિકાના આ વોર્ડ નંબર 8 માં નવા ભળેલા વિસ્તારોમાં પાયાની પ્રાથમિક તમામ સુવિધાઓ કરીને લોકોને વિકાસ અને સુવિધાઓનો અહેસાસ કરાવવામાં આવ્યો છે, નવા ભળેલા વિસ્તારો જેવા કે શ્યામનગર, રામનગર, સરદારનગર, માધવબાગ, દ્વારકેશ સોસાયટી 1થી3, અયોધ્યાનગર, ખાખી નગર, સમપર્ણપાર્ક સહિતના વિસ્તારોમાં મનપા દ્વારા ગત પાંચ વર્ષમાં કરોડોના ખર્ચે પીવાના પાણીની પાઈપલાઈનો, ભૂગર્ભ ગટરના કામો, વિસ્તાર રાત્રીના અંધકારમય ના રહે તે માટે LED લાઈટો, અને 75 % થી વધુ વિસ્તારોમાં રોડ રસ્તા સહિતની સુવિધાઓ પાછલા પાંચ વર્ષમાં ઉભી કરી અને ઉમેદવાર દિવ્યેશ અકબરી સહિતનાઓએ જાગૃત જ્નપ્રતીનીધીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

-મુળ વોર્ડ નંબર 8 ના વિસ્તારોમા થયેલા વિકાસથી લોકસુવિધામા થયો વધારો

મુળ આઠ નંબર વોર્ડના વિસ્તારોમાં આમ તો અગણીત વિકાસ કામો થયા છે તેમાંથી અમુકની  આછેરી ઝલક જોઈએ તો...વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ હીરજી મિસ્ત્રી રોડથી માંડીને એરફોર્સ 2 સુધીનો રોડ જે કાયમી હજ્જારો વાહનોની અવરજવર વાળો રસ્તો છે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું, ઉપરાંત આંતરિક શેરીગલીઓના રસ્તાઓ, ભૂર્ગભગટરના બાકી રહી ગયેલા કામો, સીસી બ્લોક, સીસીરોડ, ડામર રોડ, ટ્રીગાર્ડ, વૃક્ષારોપણ, પાણીની પાઈપલાઈનો, ભૂર્ગભગટર એમ આ વિસ્તાર માટે સતત દોડતા જનપ્રતિનિધિઓએ મનપાની અને સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી પ્રજાલક્ષી અને પ્રજાની પ્રાથમીક જરૂરિયાતના કામો કરાવી અવલ્લ રહ્યા છે.