Mysamachar.in-જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સહકારી ક્ષેત્ર માટે પ્રતિષ્ઠાનો જંગ ગણવામાં આવતી જામનગર ડીસ્ટ્રીકટ બેન્કની છ બેઠકો માટેનું મતદાન આજે સવારે 10 વાગ્યાથી શહેરની ડીકેવી કોલેજ ખાતે શરુ થયું છે, આ બેકની ચુંટણી માટે કુલ 14 બેઠકો છે, જેમાં થી 4 બેઠકો બિનહરીફ થઇ છે, જયારે એક ઉમેદવારનું અવસાન થતા 4 બેઠકો પર ચુંટણી મુલતવી રહી છે, જયારે આજે 6 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે, પ્રતિષ્ઠાના જંગ સમી આ બેકનો વાર્ષિક કરોડોનો વહીવટ છે, આ વખતેની ચુંટણીમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજા, ભાજપ નેતા મુળુ બેરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભારવાડિયા, અને અગ્રણી ઉદ્યોગપતિ જીતું લાલ પણ મેદાને છે, સવારથી આ મતદાનની પ્રક્રિયા શરુ થઇ છે, અને સાંજ સુધીમાં મતદાનની કાર્યવાહી પૂર્ણ થશે, જે બાદ પરિણામો જાહેર કરવા પર નામદાર કોર્ટે મનાઈ ફરમાવી હોય પરિણામ જાહેર થશે નહિ..
જામનગર ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણી માટે આજે મતદાન છે, સહકાર ક્ષેત્રે હાલારના બંને જિલ્લામા મોટુ કદ ધરાવતી સંસ્થામા ચુંટણી હોઇ શિયાળામા પણ ભારે ગરમાવાનો માહોલ સર્જાયો છે સહકાર ક્ષેત્ર આમતો રાજકીય આધાર કે પક્ષીય લેવલથી દૂર રહી ચાલે છે તેવુ કહેવાય છે અને બંધારણ પણ એવુ જ છે છતાય ઇન્ડાયરેક્ટ રીતે રાજકીય રંગ આ ક્ષેત્રને લાગ્યો છે ત્યારે આ બેંક પણ એમાથી બાકાત નથી અને સહકાર ક્ષેત્ર તેમજ ગ્રામ્ય ક્ષેત્ર બંનેનો આ ચુંટણીમા પ્રત્યક્ષ પરોક્ષ પ્રભાવ પડતો જ આવ્યો છે.
– આ ડીરેકટરો થયા બિનહરીફ
જામનગર ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્કની ચુંટણીમાં મતદાન થાય તે પૂર્વે જ જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ, ભાટિયાના મેરગ ચાવડા, ખંભાળિયાના પી.એસ.જાડેજા અને લુણાભા બિનહરીફ થઇ ચુક્યા છે
– આજે માત્ર છ બેઠકો માટે મતદાન
જિલ્લા સહકારી બેંકના 14 સીટો માટે મતદાન થાય છે અને સરકારમાંથી બે નિયુક્ત થાય છે આમ કુલ 16 નુ સંખ્યાબળ હોય છે, મામલતદાર અને ચુંટણી અધિકારી ના જણાવ્યા મુજબ 14માં થી 4 સીટો પર ઉમેદવાર બિનહરીફ ચુંટાઇ આવ્યા છે, જયારે એક ઉમેદવારનું અવસાન થતા 4 સીટ પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે, એટલે આજે 6 સીટો માટે મતદાન પ્રક્રિયા આજે યોજાઈ રહી છે.
– બન્ને મુખ્ય પક્ષનુ એડી ચોટીનુ જોર
ભલે રાજકીય પક્ષાપક્ષીના બેનર ઉપર આ ચુટણી નથી થતી છતા અત્યારે બેંકમાં સતા કબ્જે કરવા ભાજપ-કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ચુંટણી અંગે એવુ પણ જાણવા મળે છે કે જામનગર જિલ્લા સહકારી બેંક ભાજપે કબ્જે કરવા માટે થઇને સહકારી ક્ષેત્રના આગેવાનોની એક મીટીંગ ગાંધીનગર ખાતે યોજાઇ હતી, જેમાં ખાસ કરીને ભાજપના સહકારી ક્ષેત્રના આગેવાનો અને રાજયના ભાજપના મોવડી મંડળ સાથે મીટીંગ યોજી ચુંટણી જીતવા માટે ખાસ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે સહકારી ક્ષેત્રની ચુંટણી હોય જેમા રાજકીય પક્ષાપક્ષીના બદલે ભાજપે જામનગર ડિસ્ટ્રીકટ બેંક ઉપર કબ્જો કરવા ખાસ વ્યુહરચના ઘડી હોવાનું જાણવા મળે છે બીજી તરફ કોંગ્રેસના મજબુત નેતાઓ જેઓનુ ગ્રામ્ય કક્ષાએ જોર છે તેઓ પણ નમતુ જોખે તેમન હોઇ આ ચુંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે,