નયારા કંપની સામે ગ્રામજનોનો માફીયાગીરીનો આક્ષેપ...

અગાઉ એસ્સાર કંપની હતી,

નયારા કંપની સામે ગ્રામજનોનો માફીયાગીરીનો આક્ષેપ...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક આવેલી અગાઉ  એસ્સાર હવે નયારા રીફાઇનરી માફીયાગીરી કરતી હોવાના ગ્રામજનોના આક્ષેપથી ચકચાર મચી જવા પામી છે,કેમકે કોઇ ઉદ્યોગગૃહ આટલી હીનકક્ષાએ જાય તે તો કંપની અને રાજ્ય તેમજ રાષ્ટ્ર માટે શરમજનક અને ચિંતાજનક ગણાય...તાજેતરમા કંપની દ્વારા વિસ્તરણની પ્રક્રિયા ચાલે છે,તે અંગે આજુબાજુના ગ્રામજનોએ વિધીવત વાંધો નોંધાવ્યો છે,

આ વાંધામા એવો પણ ઉલ્લેખ છે કે આ કંપની મની અને મસલ્સ પાવરનો ઉપયોગ કરી કોઇ રજુઆત કરે ફરિયાદ કરે કે વિરોધ કરે તો ડામી દે છે...આમ લોકશાહી રાષ્ટ્રમા મસલ્સ તેમજ મની પાવર દેખાડવા તે તો માફીયાગીરી જ થઇ ગણાય ત્યારે સરકારે પણ આ બાબતે ગંભીરતા લઇ કંપનીની જોહુકમીતાકીદે બંધ કરાવવી જોઇએ તેવી લગત ગ્રામજનોની અપેક્ષા હોય તે સ્વાભાવીક છે.

-વિકાસ ને બદલે રકાસ

આ સિવાય કંપનીએ અગાઉ આપેલા રોજગાર,વળતર,સુવિધા,પર્યાવરણ જતન,સેવાકીય પ્રવૃતિઓ વગેરેના વચન નહી પાળી આ વિસ્તારનો વિકાસ કરવાને બદલે રકાસ કરી લોકોને બિચારા અને બિમાર કર્યાનુ પણ ગ્રામજનો જણાવે છે

-હજુ સરકારમા વાંધો લઇ શકાશે

નયારાના  વિસ્તૃતિકરણની લોકસુનાવણી સંદર્ભે આગામી પાંચ ઓગષ્ટ સુધી વાંધા સુચનો હોય તો વન અને પર્યાવરણ વિભાગ નવી દિલ્હીમા રજુઆત કરી શકાશે માટે જાગૃત નાગરિકો,સંસ્થાઓ,પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંગઠનોને આ ગ્રામજનોએ વિશાળ જનહિતમા વાંધા સુચન મોકલવા અનુરોધ કર્યો છે.