કોરોના મહામારીના સમયમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ સુવિધાઓ ઉભી કરવા વિક્રમ માડમે CM ને કરી રજૂઆત

શું છે મહત્વના મુદ્દાઓ વાંચો

કોરોના મહામારીના સમયમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ સુવિધાઓ ઉભી કરવા વિક્રમ માડમે CM ને કરી રજૂઆત

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં ગામડાઓમાં કોરોનાનું પ્રમાણ ખૂબ જ વધવા પામેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો છેવાડાનો જિલ્લો હોય, દર્દીઓને સારવાર માટે ખૂબ જ મુશ્કેલી ઉભી થતી હોય, જે દર્દીઓને વેન્ટીલેટર તેમજ ઓકિસજનની જરૂરીયાતવાળા દર્દીઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. આ સમય દરમ્યાન કેટલાક દર્દીઓ તો રસ્તામાં જ મૃત્યુ પામે છે. જેથી ખંભાળીયાની સરકારી હોસ્પિટલ તેમજ ભાણવડની સી.એચ. સી. હોસ્પિટલ તેમજ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ શકય તેટલી સારવાર ત્યાં લઈ લે અને આવી પરિસ્થિતિમાં તેમને જામનગર સુધી હેરાન ન થવું પડે, અને ત્યાં જ તેઓ સારવાર લઈ શકે તે માટે ખંભાળિયા ભાણવડ મત વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમે મુખ્યમંત્રીને રજૂઆત કરી તેમાં આ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે.

-દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળીયામાં RT- PCR ટેસ્ટ માટેની લેબોરેટરી તાત્કાલિક ચાલુ કરવી. અને નવા ડોકટરી તથા નર્સિંગ સ્ટાફની ફાળવણી કરવી.

-જામ ખંભાળીયાની જિલ્લા સરકારી રેફરલ હોસ્પિટલમાં 50 નવા વેન્ટીલેટરની ફાળવણી કરવી.

-જામ ખંભાળીયાની રેફરલ હોસ્પિટલમાં નવા ઓકસીજન સાથેના 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવે.

-ભાણવડની સરકારી હોસ્પિટલમાં 10 બેડ વેન્ટીલેટરવાળા, તેમજ 30 બેડ ઓકિસજન સાથેની વ્યવસ્થા ઉભી કરવી. ઓકિસજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

-રેમડેસીવર ઈન્જેકશનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ફાળવણી કરી, જે જરૂરીયાતવાળા દર્દીઓ હોય, તેઓને તાત્કાલિક સહેલાઈથી મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી.

-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં પણ વધારે બેડની મંજુરી આપવી.