વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારોને પ્રચારમા જબ્બર પ્રતિસાદ, જંગી બહુમતિથી વિજયી બનાવશે મતદારો તેવો જબરો જુવાળ

લોકપ્રિય ઉમેદવારો હોઇ દરેક વિસ્તારના નાગરીકોએ ઉમળકાભેર આવકાર્યા અને માહોલ બની ગયો ભાજપ તરફી

વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારોને પ્રચારમા જબ્બર પ્રતિસાદ, જંગી બહુમતિથી વિજયી બનાવશે મતદારો તેવો જબરો જુવાળ

Mysamachar.in-જામનગર

જામનગર વોર્ડ નંબર 1 ના ઉમેદવારોને પ્રચાર દરમ્યાન જબ્બર લોકપ્રતિસાદ મળ્યો છે જેથી જંગી બહુમતીથી ભાજપના આ ચારેય ઉમેદવારો વિજયી બનશે તેવો ભાજપ તરફી માહોલ વોર્ડ નંબર 1 મા હોવાનુ રાજકીય સમીક્ષકો જણાવે છે અને ઉમેરે છે કે ભાજપ તરફી જબરો જુવાળ આ વિસ્તારોમા જોવા મળી રહ્યો છે, વોર્ડ નંબર એક ના ભાજપના જાહેર થયેલા ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક માટે નીકળે છે ત્યારે ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, અને ભાજપની કોર્પોરેશનની સરકારથી થયેલા કામોથી લોકોને સંતોષ હોવાનો  અણસાર મળી રહ્યો હોય આ વિસ્તારમાં ભાજપનો કેસરિયો છવાઈ જાય તેવી શક્યતાઓ જાણકારો સેવે છે તેમ પણ વિશ્લેષણમાંઉમેરાયુ છે.

-લોકસંપર્કમા લોકોના દિલ જીતવા માટે વિકાસ કામોનુ છે ભાથુ

ચુંટણી વખતે લોકોના સંપર્ક કરવા પ્રચાર કરવા ક્યારે નીકળી શકાય? તે મહત્વનો વિષય છે રાજકીય રીતે તેમાય સ્થાનીક સ્વરાજ્યમા લોકોના પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, રોડ, સફાઇ વગેરે પ્રશ્નો હોય હવે પ્રજા પાસે આ સંજોગોમા કોણ જઇ શકે ? તો તેનો જવાબ સમીક્ષકોએ આપે છે કે જે ઉમેદવારોએ તેમજ તેમની પાર્ટીએ લોકોની સુવિધાના કામ કર્યા હોય તેમને પ્રચારમા લોકોનો ઉમળકો પણ મળે વિજય થવાની ખાત્રી મળે છે, કેમ કે જનસુવિધાઓ કરાવી હોય લોકોની વચ્ચે સતત રહ્યા હોય માટે લોકો સ્વીકારવાના જ છે અને ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધે છે, ત્યારે વોર્ડ નંબર 1 મા ભાજપના ચારેય ઉમેદવારોને તેમના પ્રચારમા સારો અને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે તેનુ કારણ વિકાસ કામોનુ ભાથુ અને ઉમેદવારો ખરા અર્થમા પ્રજા સેવક છે તે હોવાનુ જાણવા મળ્યુ છે.

-પ્રચાર દરમ્યાન ભાજપ તરફી જબરો જુવાળ

પાણીની લાઇનના કામ, અંડરગ્રાઉન્ડ ગટરના કામ, રોડના કામ, ઓવરબ્રીજના કામ આંગણવાડીના કામ દવાખાનાના કામ, સફાઇના કામ સાથે ડસ્ટબીન વિતરણના કામ મળી પાણી, શિક્ષણ, આરોગ્ય, રોડ અને સ્વચ્છતા એમ દરેક ક્ષેત્રમા લોકો માટે અનેક સુવિધાઓ ભાજપ સરકારે કરી તેમજ આ ચારેય ઉમેદવાર દરેક વિકાસ કામ થાય તે માટે જાગૃત રહ્યા અને હજુય વિકાસ કામો તો અવિરત જ રાખવાનુ આ ઉમેદવારોનુ પ્રજાજનોને વચન છે માટે જ આ ચુંટણી પ્રચારમા વોર્ડ નંબર 1 મા ભાજપ તરફી જબરો જુવાળ છે.

-લોકસંપર્ક દરમ્યાન ભાજપના  ઉમેદવારોની લોકપ્રિયતા અને  સેવાઓ બોલે છે

જામનગર કોર્પોરેશનની આ ચુંટણીમા વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારોની લોકપ્રિયતા અને સેવાઓનો પ્રતિસાદ બોલે છે, કેમ કે ઉમેદવાર ઉમરભાઇ ઓસમાણભાઇ ચમડીયા (ઉમરભાઇ પટેલ) આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર તેમજ જાગૃત આગેવાન છે અને હ૨-હંમેશ ગરીબોના બેલી બન્યા છે, તો વળી ઉમેદવાર ફિરોઝભાઇ હુસેનભાઇ પતાણી પણ આગેવાન જનસેવક છે. અને હંમેશા લોકોના કામો માટે ચિંતા કરનારા છે તેમજ પ્રજાની વચ્ચે રહે છે અને ઉમેદવાર હુશેનાબેન અનવરભાઇ સંઘાર આ વિસ્તારના જાગૃત મહિલા કોર્પોરેટર છે તેઓએ છેલ્લા પાંચ વર્ષમા અનેક જનસુવિધાના કાર્યો કર્યા છે.

માટે આ ત્રણેય અનુભવી ઉમેદવારો આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટરો  તેમજ આગેવાન સહિતના આ ઉમેદવારો નાના ગરીબ લોકોને સતત મદદ કરનાર પૂર્વ કોર્પોરેટરો અને સમાજસેવકો તરીકે ઉભરી આવ્યા છે જ્યારે વધુ વિશેષતા એ ઉમેરાઇ છે કે ઉમેદવાર કુ. મનિષાબેન અનિલભાઇ બાબરિયા આ વિસ્તારના ખુબ જ ભણેલ-ગણેલ, સંસ્કારી ઉમેદવાર મળેલ છે તેઓએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો હોઇ ખુબ જાણકાર છે અને જનજીવનના અભ્યાસુ હોઇ લોકોએ સ્વીકાર્યા છે, આમ સૌથી નાની વયના મહિલા ઉમેદવાર અન્ય બે પૂર્વ કોર્પોરેટર અને અને એક જાણીતા આગેવાનની આ ભાજપની પેનલને પ્રચારમા પ્રચંડ પ્રતિસાદ મળતા વિજય માટેનો વિશ્વાસ પ્રજાજનોએ આપ્યો છે.