ઘરમાંથી દુ:ખ, કંકાસ, માંદગી દૂર કરવા કરો માત્ર આટલા ઉપાયો

વાસ્તુશાસ્ત્ર

ઘરમાંથી દુ:ખ, કંકાસ, માંદગી દૂર કરવા કરો માત્ર આટલા ઉપાયો

Mysamachar.in-જામનગરઃ

અનેક પ્રયાસો અને અથાગ ધનનો વપરાશ કરવા છતા ઘરમાં દુઃખ, કંકાસ, માંદગી ન જતી હોય તો સમજવું કે ઘરમાં વાસ્તુદોષ છે. ત્યારે તમામ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઇએ, જેમ કે ઘરના મુખ્ય દ્વાર પર અંદર અને બહારની તરફ ગણેશજીની બે ર્મૂતિઓ એવી રીતે લગાવવી જોઈએ કે તેમની પીઠ એકબીજાથી વિરુદ્ધ હોય. આમ કરવાથી ઘરના તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં રહેવાવાળાનું કલ્યાણ થાય છે. તો ઘરના મુખ્ય દ્વાર પર ઇશાન ખૂણામાં તુલસીનો છોડ મૂકવો. દરરોજ સવારના સમયે આ છોડમાં જળનું સિંચન કરવું અને સંધ્યાકાળે ઘી અથવા તેલનો દીવો તેની સન્મુખ પ્રજ્વલિત કરવો. ત્યારબાદ 'ૐ નમો ભગવતે વાસુદેવાય।' મંત્રનું અગિયાર વખત રટણ કરવું. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને સુખ-શાંતિની ઉપલબ્ધિ થાય છે. ઈશાન ખૂણાના વાસ્તુદોષ દૂર થાય છે.

તો આ સિવાય ફાટેલા તૂટેલા જૂનાં પગરખાં અને મોજાં, છત્રી, આંતરવસ્ત્રો વગેરેનો ઘરની બહાર નિકાલ કરી દેવો. નહીં તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો સર્વથા અભાવ રહેશે તેમજ કષ્ટ અને પરેશાનીઓ હંમેશાં ઘેરતી રહે છે. ફાટેલા તૂટેલા પગરખાં મોજાં અને છત્રી તેમજ આંતરવસ્ત્રો વગેરેનો ઉપયોગ કરવામાં આવે તો શનિ ગ્રહનો નકારાત્મક પ્રભાવ સહન કરવો પડે છે તેમજ જીવનમાં વારંવાર અનાયાસે દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. ઘરમાં દક્ષિણ દિશાની દીવાલ પર ક્યારેય દર્પણ લગાવવો નહીં. દર્પણ હંમેશાં પૂર્વ અથવા ઉત્તર દિશાઓની દીવાલો પર જ ટીંગાવવું. ઘરના કોઈ પણ દ્વારની બરાબર ઉપર ક્યારેય ઘડિયાળ લગાવવી જોઈએ નહીં.