Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવલે વિભાપર ગામના વાડી વિસ્તારમાંથી આજે સવારે એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા બેડી મરીન પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે, વિભાપર ગામના વાડી વિસ્તારમાં વિનોદ સારિયા રહે, રાજ પાર્ક અને હેતલ ચૌહાણ મહુવાનો મૃતદેહ મળી આવતા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા એ.એસ.આઈ ફિરોજ દલ સ્થળ પર દોડી ગયા હતા, ઘટના બાદ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ પી.એસ.આઈ.સી.એમ.કાંટેલિયાએ વધુ વિગતો આપતા કહ્યું કે..
મરણ જનાર યુવક વિનોદ સારિયા જામનગરનો વતની અને યુવતી હેતલ ચૌહાણ જે મહુવાના વતની છે, તે બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો બન્ને એક જ સમાજના છે અને હેતલના લગ્ન બે માસ પૂર્વે જ થયા હતા અને બન્ને વચ્ચે પ્રેમ હતો એ દરમિયાન હેતલની નાની બહેનની સગાઈની વાત વિનોદ સાથે ચાલતી હોય જેથી પોતે એટલે કે મૃતક વિનોદ અને હેતલ પ્રેમમાં એક નહિ થઇ શકે તેવા ભયથી ઝેરી દવા પી લીધાનું સામે આવ્યું છે.