Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં આજે સવારથી સાર્વત્રિક મેઘમહેર છે, જામનગર શહેરમાં ઝરમર તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સાથે જ કેટલાય જળાશયોમાં નવા નીરની આવક થઇ છે, જામનગર શહેરને પાણી પૂરું પાડતા ઊંડ 1 અને આજી ૩ ડેમ ઓવરફલો થયા છે,સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીનો જીલ્લાનો કુલ વરસાદ આ પ્રમાણે છે.
સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીનો જીલ્લાનો વરસાદ
કાલાવડ:10 ઇંચ (બે કલાકમાં 4 ઇંચ)
જામજોધપુર:2 ઇંચ
જામનગર શહેર:૩ ઇંચ
જોડિયા:અઢી ઇંચ
લાલપુરમાં ૩ ઇંચ