અજાણ્યા વાહને અડફેટ લેતા 3 મહિલાઓના મોત

અકસ્માતને પગલે લોકોમાં વ્યાપી ગયો રોષ

અજાણ્યા વાહને અડફેટ લેતા 3 મહિલાઓના મોત
symbolic image

Mysamachar.in-ભરૂચ

રાજ્યમાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો છે, ભરૂચના ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે વહેલી સવારમાં એક અજાણ્યા વાહન ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ મહિલાઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. તો એક પુરુષની હાલત ગંભીર છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. એક સાથે ત્રણના મોતથી સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનામાં પોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં શાકમાર્કેટ ભરાઈ છે, અહીં ઉંચેડિયા ગામની મહિલાઓ શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે. રોડની બંને બાજુ શાકભાજીની લારીઓ વહેલી સવારથી લાગી જાય છે. ત્યારે આજે વહેલી સવારે એક અજાણ્યા વાહને શાકભાજી વેચતી મહિલાઓને અડફેટે લીધી હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણ મહિલાઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો સાથે જ એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.