Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને “બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલ જામનગર જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર ડો.સૌરભ પારધી દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાનનો બાળકોને નામ સ્નેહપત્ર, કલેકટરનું સર્ટિફિકેટ, PMJAY-MA કાર્ડ, સ્કૂલ બેગ, શાળાએ જતા ધો.1 થી 12નાં બાળકોને સ્કોલરશીપની સહાય અને સ્ટેશનરીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના જાહેર કરવામાં આવી કેમ જેનું અમલીકરણ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના સંક્રમણથી જે બાળકના માતા-પિતા બન્ને અથવા કોઈ એકનું અવસાન પહેલા થયું હોય, હાલના સર્વાઇવિંગ પેરેન્ટસનું કે દત્તક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોના સર્વાગી વિકાસ માટે આ યોજના હેઠળ બાળક 23 વર્ષનું થાય ત્યારે રૂ.10 લાખની સહાય મળવા પાત્ર છે.
વડાપ્રધાનએ વીડિયો કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે બાળકોની વચ્ચે આવીને આજે મને સંતોષ મળ્યો છે. દેશની સંવેદના બાળકોની સાથે છે. તમારા સપના પૂર્ણ કરવા આખો દેશ તમારી સાથે છે. માં ભારતી તમામ બાળકોની સાથે છે. દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી માટે સરકાર હંમેશા તત્પર છે.
કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી મળતી સહાય
મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત 23 વર્ષની વય સુધી માસિક રૂ.4000 ની સહાય અથવા પાલક માતાપિતા યોજના અંતર્ગત 18 વર્ષની વય સુધી માસિક રૂ.3000 સહાય
રાષ્ટ્રીય અન્ન સલામતી kaayda-2013 મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ
જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે પોસ્ટમાં બાળકોના સંયુક્ત ખાતા ખોલાવવા તથા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અન્વયે રૂ.10 લાખ સુધીની વયમર્યાદા ધ્યાને રાખી શકાય
Ex-gratia સહાય અંતર્ગત બાળકોને 50 હજારની સહાય