એક ટ્રેલર ચાલકે મારી બ્રેક, બીજું ટ્રેલર પાછળ ઘુસી ગયું લાગી આગ અને 1 નું થયું મોત

અહી બની છે આ ઘટના

એક ટ્રેલર ચાલકે મારી બ્રેક, બીજું ટ્રેલર પાછળ ઘુસી ગયું લાગી આગ અને 1 નું થયું મોત

Mysamachar.in-બનાસકાંઠા

આજે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, બનાસકાંઠાના ડીસા પાસે આવેલ ઓવરબ્રિજ પર ટ્રેલરની પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરમાં અચાનક આગ લાગી જતા એક ચાલકનું સળગી જતાં કરુણ મોત થયું હતું. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજે વહેલી સવારે એક ટ્રેલરની પાછળ બીજું ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આગળ જઇ રહેલા ટ્રેલર ચાલકે બ્રેક મારતા જ પાછળ આવી રહેલા ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી અચાનક ટ્રેલરમાં આગ લાગી જવા પામી હતી, ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવે તે પહેલા એક ટ્રેલર ચાલક કેબિનમાં જ સળગી જતા તેનું મોત થયું હતું.