પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મુસાફરો પાસેથી પૈસા પડાવી લેનાર 2 શખ્સ ઝડપાયા

ગુન્હાની કબુલાત પણ આપી

પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મુસાફરો પાસેથી પૈસા પડાવી લેનાર 2 શખ્સ ઝડપાયા

Mysamachar.in-આણંદ

રાજ્યમાં ડુપ્લીકેટ અધિકારીઓ અને ડુપ્લીકેટ પોલીસના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આણંદ પોલીસે વધુ એક વખત પોલીસની ઓળખ આપી મુસાફરોને નિશાન બનાવતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે, મળી રહેલ માહિતી પ્રમાણે આણંદ જીલ્લાના બોરીયાવી નહેર પાસે ડુપ્લીકેટ પોલીસ બની લુંટ કરવાનો બનાવ બનેલ હોય જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસ કરવા આપેલ સુચના અન્વયે હ્યુમન ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરતા મળેલ હકિકત આધારે બોરીયાવી બ્રીજ નડીયાદથી આણંદ તરફ આવતા વન-વે રોડ ઉપર એલ.સી.બી. સ્ટાફના માણસો વોચમાં હતા.

દરમ્યાન બાતમી મુજબના વર્ણન વાળુ એફ.ઝેડ મો.સા. ઉપર બે ઇસમો આવતા તેઓને કોર્ડન કરી રોકી લીધેલ અને તેઓની ઝડતી તપાસ કરતા કુલ-3 મોબાઇલ ફોન મળી આવેલ જે બાબતે કોઇ સંતોષકારક જવાબ ન આપતા ચોરી અગરતો છળકપટથી મેળવેલાનું જણાઇ આવતા મોબાઇલ-3 તથા મો.સા. મળી કુલ રૂ.56,000/- નો મુદ્દામાલ કબજે કરી સી.આર.પી.સી. 41(1)ડી, 102 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સઘન પુછપરછ કરતા નીચે મુજબના ગુનાની કબુલાત કરેલ છે.

પોલીસે હરપ્રિતસીંગ લખવીરસિંગ સિધુ રહે.નડીયાદ, નાગરવાડાના ઢાળે, શીવમ એવન્યુ ચોથો માળ, તા.નડીયાદ, (2) નીમેષભાઇ છગનભાઇ ઠાકોર ઉવ.20, રહે.નડીયાદ, ડાકોર રોડ, કુમાર પેટ્રોલપંપની પાછળ, દરબારવાસ, તા.નડીયાદ, ને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તા.21/01/2021 ના રોજ રાત્રીના ક.03/45 વાગ્યાની આસપાસ બોરીયાવી મોટી કેનાલ નજીક બાઇક ઉપર આવી ફરિયાદીને રસ્તામાં રોકી પોલીસ તરીકેની ઓળખાણ આપી ચરસ વેચે છે. તેમ જણાવી બળજબરી કરી ફરિયાદી પાસેથી એક મોબાઇલ ફોન તથા રોકડા રૂ. 1600/- અને એ.ટી.એમ માંથી કાઢેલ રૂપિયા 3000/- મળી કુલ્લે રૂપિયા 9600/- તથા ફરિયાદીની એકટીવાની ચાવી તથા એ.ટી.એમ.કાર્ડ લઇ ભાગી ગયેલ જે ગુન્હાની કબુલાત પણ આપેલ છે.