જામનગર:પોલીસ વિભાગમાંથી ડીસમીસ થયેલ પોલીસકર્મી સહીત 2 દારૂના જથ્થા સાથે ઝડપાયા

થોડા દિવસો પૂર્વે પારડી નજીકથી દિગુભા દારૂ ભરેલ કાર સાથે ઝડપાયા હતા

જામનગર:પોલીસ વિભાગમાંથી ડીસમીસ થયેલ પોલીસકર્મી સહીત 2 દારૂના જથ્થા સાથે ઝડપાયા

Mysamachar.in-જામનગર

એક સમયે જામનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને બાદમાં પોલીસની ફરજમાંથી ડીસમીસ થયેલ દિગુભા જાડેજા એક માસમાં બીજી વખત દારૂના જથ્થા સાથે ઝડપાયા છે, થોડા દિવસો પૂર્વે દિગુભા પારડી નજીકથી દારૂના જથ્થા સાથે ઝડપાયા ત્યાં પણ ગુન્હો દાખલ થયો હતો ત્યાં જ ગતરાત્રીના સીટી બી ડીવીઝન પોલીસ ડી સ્ટાફે દિગુભા જાડેજા સહીત 2 ને દારુ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. દિગુભા 10 વર્ષ પહેલાં જામનગર પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બરતરફ થયો હતો.

જામનગર સીટી બી ડીવીઝન ડી સ્ટાફ શહેરવિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા અને કિશોરભાઇ પરમારને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે નાગનાથ સર્કલ, હાલાર હાઉસ પાસે અમુક ઇસમો હોન્ડા WR - V કાર રજી. નં. GJ-01-H.W-0091 તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં. GJ-10-TT-7189માં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરે છે જે હકીકત આધારે આરોપીઓ  દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા બચુભા જાડેજા રહે.ગોકુલધામ સોસાયટી, પ્લોટ નં. 141, ગાંધીનગર રોડ, રીલાયન્સ બીલ્ડીંગ સામે, જયેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા ધંધો ડ્રાઇવીંગ રહે.ખોડીયાર કોલોની, કામદાર કોલોની શેરી નં. 1, રોડ નં. 2, જામનગરવાળાઓને ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ 240 કિ.રૂ.1,20,000 તથા હોન્ડા WR - V કાર રજી. નં. GJ-01-H.W-0091 કિ.રૂ. 2,00,000 તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં. GJ-10-TT-7189 કિ.રૂ. 2,00,000 તથા મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ. 10,000 ગણી કુલ કિં.રૂ. 5,30,000ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. તેમજ મજકુરને સદર દારુ બાબતે પુછતા ભાવેશ કાંતીભાઇ ગોહીલ રહે. નવાગામ ઘેડ વાળાને આપવાનો હોવાનું તથા અરવીંદ પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતા જે બંન્નેને ફરારી જાહેર કરી ચારેય ઇસમો વિરૂધ્ધ ધોરણસર થવા પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજાએ ફરિયાદ આપેલ છે અને પો.ઇન્સ. કે.જે.ભોયેએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

-2 ઓગસ્ટના રોજ વલસાડના પારડી નજીકથી ઝડપાયાનો આવો હતો કેસ

વલસાડ જીલ્લાના પારડી નજીકથી એલસીબીએ બાતમી આધારે બગવાડા હાઈવે પર વોચ ગોઠવી સ્વીફ્ટ ડિઝાયર કાર નં GJ-10-BG-9108 આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ખેપિયાએ કાર પુરઝડપે હંકારી હતી પોલીસે પીછો કરતા ચાલકે પાતળિયા જવાના માર્ગ પર સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ધડાકા ભેર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાંથી ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. કારમાં તપાસ કરતા અંદરથી 1.96800નો દારૂ મળી આવતા 5 લાખની કાર સાથે કબ્જે લઈ ચાલક દિગ્વિજયસિંહ બચુભા જાડેજા રહે ગોકુલધામ સોસાયટી કાલાવડ, જામનગરની ધરપકડ કરી હતી.