Mysamachar.in:જામનગર
જેલમાં મોબાઈલ તમાકુ પાનમસાલા જેવી ચીજવસ્તુઓ પ્રતિબંધિત છે, ત્યારે લાંબાસમયગાળા બાદ જામનગર જીલ્લા જેલમાં જેલ અધિક્ષક સહિતના સ્ટાફ દ્વારા જેલની બેરેકોમાં સઘન ચેકિંગ કરવામાં આવતા જેલના યાર્ડ નં.04 બેરેક 04 તથા 05 માં તપાસણી કરતા બે મોબાઈલ અને 1 ચાર્જર જે ઓશિકામાં છુપાવીને રાખેલ હોય અને સાથે ફોન સિમકાર્ડ સાથે ચાલુ હાલતમા મળી આવતા જે જેલ પ્રતિબંધિત વસ્તુ ગણી કબ્જે કરી મુદામાલ સાથેની લેખિત ફરીયાદ પરથી નિરૂભા ખુમાનસિંહ ઝાલા,જેલર ગ્રુપ 2 જામનગર જિલ્લા જેલએ ફરિયાદ નોંધાવી છે.