વકીલ પર બે શખ્સોએ કર્યો ખુની હુમલો..

જાણો શું હતું કારણ..?

વકીલ પર બે શખ્સોએ કર્યો ખુની હુમલો..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગરમા એક વર્ષ પૂર્વે શહેરના નામાંકિત વકીલ કિરીટ જોશીની ઉપરા-છાપરી છરીઓના ઘા ઝીંકી અને તેની ઓફીસ નીચે જ કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી,એવામાં ગતરાત્રીના શહેરના શંકરટેકરી નજીક વધુ એક વકીલ પર છરીઓના ઘા ઝીંકી અને ખુની હુમલો કરવામાં આવતા આ બાબતના ઘેરા પ્રત્યાઘાતો વકીલ આલમમાં પડ્યા છે,

શંકરટેકરી શંકરમંદિર નજીક વસવાટ કરતાં કલ્પેશભાઈ ફલીયા નામના વકીલ ગઈકાલે રાત્રીના પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પ્રજાપતિની વાડી નજીક ઈરફાન અને લાલો બારોટ નામના બે શખ્સોએ અગાઉ નવરાત્રીના સમયે થયેલ ઝઘડા અંગે કલ્પેશભાઈ કરેલ કેશ કરેલ હોય જે કેશ પાછો ખેંચી લેવા માટે બને શખ્સોએ કલ્પેશભાઈને બોલાવેલ અને તે આવતા તેની સાથે કેસ પાછો ખેંચી લેવા માટે સમજાવેલ પણ વકીલ કલ્પેશભાઈએ આ અંગે ઇન્કાર કરતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા,

ઉશ્કેરાઈ ચુકેલા બન્ને આરોપીઓએ કલ્પેશભાઈ ને શરીરે છરીઓના ઘા ઝીંકી દેતા કલ્પેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેવોને તાકીદે સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ડીવાયએસપી એ.પી.જાડેજા સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને વકીલ કલ્પેશભાઈ ની ફરિયાદ ને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હાહિત કાવતરું,ખૂનની કોશિશ,સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ સીટી-સી ડીવીઝન પીઆઈ દ્વારા શરૂ કરવમાં આવી છે.