ખંભાળિયા હાઈવે નજીક 2 કાર સામસામી અથડાઈ, જો કે...

સદનસીબે મોટી દુર્ઘટના ટળી 

ખંભાળિયા હાઈવે નજીક 2 કાર સામસામી અથડાઈ, જો કે...
તસ્વીર:મોહમદ ચાકી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા;

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર આજે સવારે 2 કાર સામસામે અથડાઈ જવાની ઘટના સામે આવી છે, બન્ને કાર સામસામે  અથડાઈ જતા કારમાં સવાર કુલ 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મહત્વનું છે કે આ હાઈવે પર રસ્તાની કામગીરી ચાલી રહી છે તેને કારણે અવારનવાર વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે.