ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ટ્રક નીચે આવી ગઈ, 2 ના થયા મોત 

પુત્રનો આબાદ બચાવ 

ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ટ્રક નીચે આવી ગઈ, 2 ના થયા મોત 

Mysamachar.in:ગાંધીનગર

ગાંધીનગરનાં રાંધેજા રેલવે ફાટક નજીક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી આગળ જતી રિક્ષાને ટક્કર મારી હતી. જેનાં કારણે રિક્ષા થોડેક આગળ જઈને નજીકના પુલ નીચે ઉતરી ગઈ હતી. એજ સમયે પાછળથી ટ્રક પણ ધસી આવતાં ટ્રક નીચે રિક્ષા ચગદાઈ જવાથી પતિ પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પુત્રની દોડની પરીક્ષા હોવાથી દંપતિ તેને લઈને ગાંધીનગર આવી રહ્યું હતું.પુત્રની પરીક્ષાને અનુલક્ષીને કાંતિભાઈ તેમના પત્ની રમીલાબેન અને જીમી તેમના સગા નરેશભાઈની રિક્ષામાં ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. કાલે પરીક્ષા હોવાથી તેઓ ગાંધીનગરમાં એક સંબંધીનાં ઘરે રોકવાના હતા. આ દરમિયાન રાંધેજા રેલ્વે ફાટક નજીક ટ્રક ટ્રેલરના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને પાછળથી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે થોડેક આગળ જઈને પુલ નીચે ઉતરી ગઈ હતી.જેમાં બે લોકોના મોત થતા પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.