Mysamachar.in-જામનગર:
જામનગરથી લાલપુર બાયપાસથી દરેડ તરફ જતા રસ્તા પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રકનું ટ્રેલર છૂટું પાડી જતા સ્કોર્પિયો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો આમ ત્રણ વાહનોની ટક્કરમાં વાહનોના હાલ જોવા જેવા થયા હતા, જો કે અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી બી ડીવીઝન પીએસઆઈ સી.એમ.કાંટેલિયા સાહિતની ટીમે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.