ધ્રોલની એક જ શાળાના ૪ શિક્ષકોની તાત્કાલિક અસરથી બદલી..

જાણો શા માટે થઇ કાર્યવાહી

ધ્રોલની એક જ શાળાના ૪ શિક્ષકોની તાત્કાલિક અસરથી બદલી..

mysamachar.in-જામનગર:
જયારે કામ કરતો અને કામ લેતો અધિકારી આવે ત્યારે સાચી જોવા જેવી થાય છે,પછી ચાહે તે કોઈપણ વિભાગ કેમ ના હોય,જે જીલ્લાના બાળકોની ઓનલાઈન હાજરી રાજ્યમાં ૩૩ મા ક્રમે હતી,તે ઓનલાઈન હાજરી જ જો નવા અધિકારી આવતાની સાથે જ રાજ્યમાં માત્ર સપ્તાહ જેટલા સમયમાં જ બીજા નંબરે થઇ જાય તે બાબત જ બતાવે છે કે કામ લેવાની પણ એક પદ્ધતિ હોય છે,

અહી વાત છે જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડુમરાળિયાની જેવોએ જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે હાજર થયાને હજુ તો સપ્તાહ પણ માંડ થયું છે,ત્યાં જ અસરકાર કામગીરી બદલ ખુબ જાણીતા બન્યા છે,એવામાં નબળી શૈક્ષણિક કામગીરી કરનાર ચાર શિક્ષકો પર પ્રથામિક શિક્ષણાધિકારી એ તવાઈ બોલાવતા આ મુદ્દા એ જામનગરના શિક્ષણજગતમાં સારી એવી ચર્ચા જગાવી છે,

ધ્રોલ તાલુકાની મજોઠ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જાડેજા મહાવીરસિંહ બાબુભા,કોડીયાતર મયુરીબેન બાબુભાઈ,પટેલ ધીરજકુમાર જયંતીભાઈ અને વણકર દિનેશકુમાર મેઠાભાઈ ને તેવોની નબળી શૈક્ષણિક કામગીરી અને શિક્ષક તરીકેના વર્તન વ્યવહારને લઈને તમામ ચારેય શિક્ષકોની જામજોધપુર તાલુકાની અલગ અલગ શાળાઓમાં તાત્કાલિક અસરથી બદલીઓ કરવાનો હુકમ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી એસ.જે. ડુમરાળિયા દ્વારા કરવામાં આવ્યો છે,

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ  mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો બાળકોનું શિક્ષણનું સ્તર સુધરે અને બાળકોની ઉજ્જવળ કેડી સરકારીશાળામાં અભ્યાસ દરમિયાન કંડારાઈ તે માટે માટે જિલ્લામાં શક્ય તમામ પ્રયાસો કરી અને જે રીતે પાંચ દિવસમાં ૨૦ જેટલી શાળાઓની આકસ્મિક મુલાકાત લીધી છે,તે જ રીતે અન્ય શાળાઓની પણ આકસ્મિક મુલાકાત લઇ અને ખૂટતી કાર્યવાહીઓ આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.